Genius Daily News
અમદાવાદઅમદાવાદ જિલ્લો

અમદાવાદથી પીર ભડિયાદ સુધી પગપાળા ભવ્ય મેદનીનું પ્રસ્થાન

તા. 26/12/2025ના રોજ અમદાવાદના જમાલપુર વિસ્તારમાંથી દર વર્ષ મુજબ રજબ માસના ચાંદની 5 તારીખે પીર ભડિયાદ (દાદા બુખારી)ની પરંપરાગત પગપાળા મેદની નીકળી હતી. આ ધાર્મિક અને સામાજિક એકતાનું પ્રતિક ગણાતી મેદનીમાં ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી અંદાજે 12થી 14 લાખ જેટલા લોકો જોડાયા હોવાનું જણાવાયું છે.

મેદનીમાં જોડાયેલા શ્રદ્ધાળુઓ લગભગ 120 કિલોમીટર પગપાળા યાત્રા કરીને ભડિયાદ પહોંચે છે અને પોતાની મનત પૂર્ણ કરે છે. આ યાત્રાની વિશેષતા એ છે કે તેમાં મુસ્લિમ, દલિત, રાજપૂત, મોદી તથા હિન્દુ સમાજના લોકો એકસાથે જોડાઈને સામાજિક એકતાનો સુંદર સંદેશ આપે છે. વર્ષોથી ચાલતી પરંપરા મુજબ પીર ભડિયાદની દરગાહ પર દલિત સમાજની ધ્વજા ચડાવવામાં આવે છે, જે ગંગા-જમણી સંસ્કૃતિનું ઉત્તમ ઉદાહરણ છે.

જમાલપુર ખાતે મેદનીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે
જમાલપુર ગાયકવાડ હવેલીના પી.આઈ. ચિરાગ ગોસ્વામી સાહેબ,
જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા,
અને મેદની સેન્ટ્રલ કમિટીના સભ્યો દ્વારા શ્રદ્ધાળુઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પગપાળા મેદની માત્ર ધાર્મિક આસ્થા નહીં પરંતુ ભાઈચારા, સમરસતા અને એકતાનું જીવંત પ્રતીક બનીને ફરી એકવાર સમાજમાં સૌહાર્દનો સંદેશ આપી ગઈ.

Related posts

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2025ની શરૂઆત

admin

સોમનાથ મહાદેવના સાનિધ્યે શ્રાવણ પૂર્વે અમદાવાદના “બાપા સિતારામ સેવા ટ્રસ્ટ”ના 360 જેટલા સ્વયં સેવકો દ્વારા તીર્થને સ્વચ્છ કરીને શ્રમ સેવા કરવામાં આવી

admin

છોટાઉદેપુર – અમદાવાદ G.S.R.T.C. બસની અડફેટે આવતા 8 વર્ષના બાળકનું મો-ત

admin

Leave a Comment