Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં 13 વર્ષની કિશોરી પર સામુહિક બળાત્કાર : સ્વજનોનો SSG હોસ્પિટલમાં હોબાળો

વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં 13 વર્ષની સગીર પર સામુહિક બળાત્કારની દમનકારક ઘટના પ્રકાશમાં આવી છે. મળતી માહિતી પ્રમાણે જૂની આશાપુરી વિસ્તારમાં બે નરાધમોએ કિશોરીને મકાનમાં લઈ જઈ ચાર કલાક સુધી ગોંધી રાખી બળાત્કાર કર્યો હતો.

સવારના સમયે ઘરેથી બહાર નીકળેલી સગીરા ચાર કલાક સુધી ગુમ રહી હતી. બાદમાં પરિજનો તેને શોધતા પહોંચ્યા ત્યારે ઘટનાનો ખુલાસો થયો. તરતજ કિશોરીને મેડિકલ ચેકઅપ માટે SSG હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં પીડિતાના સ્વજનો દ્વારા આક્રોશ વ્યક્ત થતાં હોબાળો મચી ગયો હતો.

ફતેગંજ પોલીસ મથકે કિશોરી પર બળાત્કારનો ગુનો નોંધાયો છે. આરોપી બંને નરાધમોને પોલીસે ઝડપી પાડ્યા છે, જોકે પીડિતાના પરિવારજનોનો આક્ષેપ છે કે પોલીસે કલાકો સુધી કાર્યવાહી નહીં કરી અને આરોપીઓને બચાવવાનો પ્રયત્ન કર્યો.

પરિજનો દ્વારા બંને આરોપીઓને કડક સજા આપવા અને પોલીસની બેદરકારીની પણ તપાસ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. ઘટનાને લઈ વિસ્તારમાં રોષનું માહોલ સર્જાયો છે તેમજ વધુ તપાસ ફતેગંજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Related posts

દેશવ્યાપી હડતાળમાં વડોદરાના બેંક કર્મચારીઓ જોડાયા, બેંકિંગ સેવાઓ પ્રભાવિત

admin

વડોદરાના વાઘોડિયા રોડ અંબિકા એપાર્ટમેન્ટમાં ભાગ તૂટ્યો : રહેવાસીઓમાં વ્યથા, સરકારે સહાયની માંગ

admin

ડભોઇના મહુડી ભાગોળ વિસ્તારમાં નવા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ

admin

Leave a Comment