વાઘોડિયા વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા કરવામાં આવેલી મહત્વપૂર્ણ કાર્યવાહી દરમિયાન બસ ડેપો પાછળ ચાલી રહેલા વિદેશી શરાબના મોટા કટિંગનો પર્દાફાશ થયો છે.
જાણકારી મુજબ, લગભગ 17 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો SMCની ટીમે ઝડપ્યો છે. આ રેડ દરમિયાન 9 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે તેમજ 10 વાહનોને પણ કબ્જે કરવામાં આવ્યા છે.
આ કાર્યવાહી બાદ ચર્ચા થઈ રહી છે કે SMCની આ ચુસ્ત કામગીરી દરમિયાન વાઘોડિયા પોલીસ ઊંઘતી ઝડપાઈ, કારણ કે વિસ્તારમાં ચાલતી ગેરકાયદે શરાબની ધંધાનો સ્થાનિક પોલીસને ખ્યાલ ન હોવાનો સવાલ ઉભો થયો છે.
ઉત્તરાયણ પહેલાં થયેલી આ કાર્યવાહીથી તંત્રમાં હલચલ મચી ગઈ છે અને આગળ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

