ડભોઇ તાલુકા અને આસપાસના 118 ગામો માટે જે હોસ્પિટલ એક સમયે ‘આશીર્વાદરૂપ’ ગણાતી હતી, તે આજે પોતે જ બીમાર હાલતમાં હોય તેવું જણાય છે. હોસ્પિટલના અંદાજે 10થી વધુ રૂમો કન્ડમ (બિનઉપયોગી) જાહેર કરી દેવાતા હજારો દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભયના ઓથાર હેઠળ સારવાર: તંત્રએ માર્યા તાળા હોસ્પિટલની છત અને દીવાલોમાંથી પોપડા ખરી રહ્યા હોવાથી દર્દીઓ અને સ્ટાફ પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે રૂમોની બહાર “આ રૂમ ભયજનક છે, કોઈએ પ્રવેશ કરવો નહીં” તેવા બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. પરિણામે, હોસ્પિટલના મહત્વના વિભાગોને તાળા મારી દેવાની નોબત આવી છે:બ્લડ ડોનેશન રૂમ
OPD રૂમ એક્સ-રે (X-ray) રૂમ
બાળકોનો રસીકરણ રૂમ દર્દીઓની હાલાકી અને ડોક્ટરોની મજબૂરી રોજના હજારો દર્દીઓ ડભોઇ તાલુકામાંથી આ હોસ્પિટલમાં આશા લઈને આવે છે, પરંતુ મહત્વના રૂમો બંધ હોવાથી તેમને હાલાકી ભોગવવી પડે છે. ડોક્ટરો પણ પોતાની ફરજ નિભાવવા માટે અન્ય જગ્યાએ બેસીને કામચલાઉ વ્યવસ્થા હેઠળ સારવાર આપી રહ્યા છે મુખ્ય માંગણી તંત્ર દ્વારા વહેલી તકે આ બિલ્ડિંગનું રિપેરિંગ કામ શરૂ કરવામાં આવે અથવા તો નવું આયોજન કરવામાં આવે, જેથી ગરીબ દર્દીઓને સમયસર અને સુરક્ષિત સારવાર મળી શકે હાલ સમગ્ર ગુજરાતમાં ટેકનોલોજી હોસ્પિટલો બની રહ્યા છે ડભોઇનો પણ વ્યવસ્થિત હોસ્પિટલ બને તેવી દર્દીઓની માંગ ઉઠવા પામી છે

