સાવલી તાલુકાના ટૂંડાવ ગામે સૈયદ હસનઅલી બાવાના 39માં ઉર્ષના પાવન પ્રસંગે આઠમો સમૂહલગ્નોત્સવ યોજાયો હતો. સમાજમાં પ્રચલિત કુરિવાજો અને ખોટા ખર્ચાઓથી બચવા માટે આયોજિત આ સમૂહલગ્નોત્સવમાં 30 નવદંપતિઓએ નિકાહ કરી પોતાના નવવિવાહિત જીવનની શરૂઆત કરી હતી.
સાવલી તાલુકાના ટૂંડાવ ગામે વડોદરા–સાવલી રોડ પર આયોજિત આ કાર્યક્રમ સૈયદ ઝાકીરઅલી બાવા અને તેમના અનુયાયીઓ દ્વારા સંયુક્ત રીતે આયોજન કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં વડીલો, અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતિઓને આશીર્વાદ આપ્યા હતા.
આયોજકો દ્વારા નવદંપતિઓને તેમના નવા જીવન માટે જરૂરી પલંગ, તિજોરી સહિતની ઘરવખરી ભેટરૂપે આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
સમૂહલગ્નોત્સવ જેવા કાર્યક્રમો દ્વારા સમાજમાં સરળતા, સમાનતા અને આર્થિક સંયમનો સંદેશ મળે છે તેમ ઉપસ્થિત આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

