31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

જેતપુર પાવી તાલુકાના કાવરા ગામે પાણી પુરવઠા વિભાગના ક્વાર્ટર્સમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો

છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના કાવરા ગામે પાણી પુરવઠા વિભાગના ક્વાર્ટર્સમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. ગામલોકોએ જાતે જ ત્યાં પહોંચીને તપાસ કરતા વિદેશી દારૂની બોટલો તથા બિયારના ટીનનો જથ્થો મળી આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, કાવરા ગામના રહેવાસીઓએ શંકાસ્પદ ગતિવિધિઓને પગલે પાણી પુરવઠા ક્વાર્ટર્સમાં જનતા રેડ કરી હતી. અંદરથી દારૂનો જથ્થો મળી આવતા તેમણે તરત જ 112 પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી કરાલી પોલીસ સ્ટેશનની ટીમે પાણી પુરવઠા ક્વાર્ટર્સમાંથી મળેલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. હાલ પોલીસ દ્વારા ક્વાર્ટર્સમાં દારૂ કેવી રીતે રાખવામાં આવ્યો હતો, કોણ સંડોવાયેલું છે અને ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

હવે જોવાનું રહ્યું કે કરાલી પોલીસ સ્ટેશન આ મામલે કઈ કડક કાર્યવાહી કરે છે.

Related posts

આદિવાસી વિસ્તારોમાં ભણતા વિધાર્થીઓને રહેવા અને જમવાનો ખર્ચ આદિજાતિ વિભાગ ઉઠાવે છે પરંતુ મુલાકાત લીધી તો ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા

admin

છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા નગરજનોની સુવિધા માટે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો

admin

જામનગર જીલ્લાના લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી તથા લુંટ અને પોલીસ ઉપર પથ્થરમારો કરવાના ગુનામાં રાજ્ય બહારનો ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ…….

admin

Leave a Comment