41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સાવલી નજીક આસોજ ગામે નકલી નોટ છાપવાના રેકેટનો પર્દાફાશ

વડોદરા જિલ્લાના સાવલી તાલુકા પાસે આવેલા આસોજ ગામ નજીક મંજુસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નકલી નોટ છાપવાના ગેરકાયદેસર ધંધાનો મોટો ભંડાફોડ થયો છે. સાવલી-વડોદરા મુખ્ય માર્ગ પર આવેલ એક મકાનમાં ચાલી રહેલા આ ગેરકાયદેસર કારોબાર અંગે મળેલી બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ રેડ કરતા આરોપીને ઝડપી પાડ્યો હતો.

પોલીસે મકાનમાંથી આશરે હજારો રૂપિયાની ડુપ્લિકેટ રોકડ નોટો કબ્જે કરી હતી. પ્રાથમિક તપાસમાં અહીં નકલી નોટ છાપવાનો ગેરકાયદેસર ધંધો ચલાવવામાં આવતો હોવાની માહિતી સામે આવી છે, જેને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી પાસે નકલી નોટ તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે મંજુસર પોલીસ અને LCB દ્વારા સંયુક્ત રીતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સાથે જ આ નકલી નોટના નેટવર્ક સાથે જોડાયેલા અન્ય શખ્સોની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે, જેથી સમગ્ર રેકેટનો ભેદ ઉકેલી શકાય.

Related posts

ચેક રિટર્નના કેસોમાં પાંચ આરોપીઓને દંડ સહિત એક વર્ષની કેદ

admin

વડોદરામાં ‘યુવા ફોર નેચર’ અભિયાન હેઠળ પક્ષીઓ માટે પાણીના કુંડાઓનું વિતરણ

admin

નશામાં ધૂત કાર ચાલકે રેલિંગ તોડી

admin

Leave a Comment