37.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

“ઓપરેશન પરાક્રમ” અંતર્ગત બનાવટી ચલણી નોટો બનાવતા બે આરોપી ઝડપાયા

વડોદરા ગ્રામ્યમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે “ઓપરેશન પરાક્રમ” અંતર્ગત મોટી કાર્યવાહી કરી બનાવટી ચલણી નોટો બનાવતા અને બજારમાં વટાવતા બે ઇસમોને ઝડપી પાડ્યા છે. આસોજ ગામે સાવલી રોડ પર ભાડાના રૂમમાં દરોડો પાડતા નરેન્દ્ર જગનલાલ પાલ (મૂળ ઉત્તર પ્રદેશ) અને હેમંત મદનલાલ જાગીડ (મૂળ મહારાષ્ટ્ર) ને પકડી પાડવામાં આવ્યા.

તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી રૂ.૫૦૦ ની ૧૪ તથા રૂ.૨૦૦ ની ૨ બનાવટી નોટો મળી આવી હતી. સાથે બે લેપટોપ, કલર પ્રિન્ટર, મોબાઇલ ફોન, કાતર, માપપટ્ટી સહિત નોટો બનાવવાના સાધનો કબજે કરાયા હતા. કુલ રૂ.૫૨,૬૮૦ નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો.

પ્રાથમિક પૂછપરછમાં ખુલ્યું કે આરોપીઓ અસલી નોટને કાગળ પર ચોટાડી કલર પ્રિન્ટરથી નકલી નોટો તૈયાર કરતા અને માંજુસર ટાઉનમાં રવિવારે ભરાતા બજારમાં ભીડનો લાભ લઈ વટાવતા હતા.

બન્ને આરોપીઓ વિરુદ્ધ માંજુસર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે

Related posts

રામેશ્વર યુવક મંડળ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 49 મો ગણેશ ઉત્સવ ઉજવવાની તૈયારી ના ભાગરૂપે ભૂમિ પૂજન કરવામાં આવ્યું

admin

ડભોઈ ઉત્સવ નગરીમાં હોળી-ધૂળેટીની રંગેચંગે ઉજવણી : આદિવાસી સંસ્કૃતિના અનોખા રંગો રેલાયા

admin

ઓપરેશન પરાક્રમ અંતર્ગત ડભોઇ પોલીસે બાતમીના આધારે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

admin

Leave a Comment