36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

સાવલીમાં MGVCL દ્વારા સ્પેશિયલ મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ, 28 ટીમો મેદાનમાં ઉતારાઈ

સાવલી તાલુકામાં બાકી વીજ બિલ વસૂલાત અને ગેરકાયદેસર વીજ જોડાણો સામે કાર્યવાહી કરવા માટે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા સ્પેશિયલ મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.

આ અભિયાન અંતર્ગત સમગ્ર સાવલી તાલુકામાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. વીજ ચેકિંગ માટે MGVCLની કુલ ૨૮ ટીમોને તાલુકાના વિવિધ વિસ્તારોમાં મેદાનમાં ઉતારવામાં આવી હતી.

ટીમો દ્વારા બાકી વીજ બિલ ધરાવતા ગ્રાહકો તેમજ ગેરકાયદેસર વીજ જોડાણો અંગે તપાસ કરવામાં આવી હતી. વીજચોરી અટકાવવા તેમજ બાકી રકમની વસૂલાત ઝડપી બનાવવા માટે આ મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હોવાનું કંપની દ્વારા જણાવાયું છે.

અભિયાન દરમિયાન અનેક વિસ્તારોમાં ચેકિંગ કરી નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી અને ગ્રાહકોને બાકી બિલ સમયસર ભરવાની અપીલ પણ કરવામાં આવી હતી.

Related posts

પાયોનીયર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના આપઘાત પ્રયાસ બાદ તણાવ, NSUIનો ઉગ્ર વિરોધ

admin

દર્ભાવતી ડભોઈના લોકપ્રિય ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા યાત્રાધામ કરનાળી કુબેર ભંડારી ખાતે અભિષેક આરતી કરી

admin

વડોદરાના તરસાલી ખાતે બનેલ હિટ એન્ડ રનની ઘટનામાં છેલ્લા 48 કલાકથી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા વિનયએ મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધો

admin

Leave a Comment