સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરામાં હનુમાનજીના અનેક મંદિરો છે, જેમાં હઠીલા હનુમાનજી મંદિર વિશેષ મહત્વ ધરાવે છે. અહીં હનુમાનજીની સ્વયંભુ પ્રતિમા બિરાજમાન હોવાનું માનવામાં આવે છે. અંદાજે અઢી સો વર્ષ પહેલાં ગાયકવાડી શાસન દરમિયાન આ મંદિરનું નિર્માણ થયું હતું.
દર વર્ષે હનુમાન જયંતિ પૂર્વે એક સપ્તાહ પહેલા અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 26 માર્ચ 2026 ના રોજ સવારે 6 વાગ્યે રામધૂનનો પ્રારંભ થશે.
કાર્યક્રમ અંતર્ગત 2 એપ્રિલ 2026 ના રોજ બપોરે 4 વાગ્યે ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને તે જ દિવસે રામધૂનની પૂર્ણાહુતિ કરવામાં આવશે.
મંદિરના મહારાજ દ્વારા વડોદરા શહેરના તમામ ભક્તોને આ પવિત્ર રામધૂનમાં જોડાઈ ભક્તિનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે

