Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

ગુજરાત સરકારના ઠરાવ મુજબ છોટાઉદેપુર જીલ્લા ખાતે ફરજ બજાવતા કુલ-૪૭ પોલીસ કર્મચારીને (હેડ કોંન્સ્ટેબલ / આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી આપવામાં આવેલ છે

રાજય પોલીસ દળમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ કર્મચારીઓને સવંર્ગ વાઇઝ સમયસર બઢતી મળે તે માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે . જે અનુસંધાને તા.૨૯/૦૭/૨૦૨૪ના રોજ પોલીસ અધિક્ષક ઇમ્તીયાઝ શેખ નાઓના અધ્યક્ષ સ્થાને કમિટીનું આયોજન કરી જિલ્લા ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સંવર્ગના કુલ-૧૬ (બિન હથિયારી / હથિયારી) કર્મચારીઓને આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી આપવામાં આવી હતી. તેમજ (બિન હથિયારી / હથિયારી) પોલીસ કોન્સ્ટેબલ સંવર્ગના કુલ-૩૧ કર્મચારીઓને પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવેલ છે.આમ મળીને કુલ-૪૭ #પોલીસ કર્મચારીઓને બઢતી આપવામાં આવેલ છે.

ગુજરાત સરકારના ઠરાવ મુજબ ૧૦-૨૦ વર્ષ પુર્ણ થયેલ કુલ-૧૪ કર્મચારીઓને પ્રથમ ઉચ્ચતર/દ્વીતીય ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરવામાં આવેલ છે.

તેમજ પોલીસ અધિક્ષક ઇમ્તીયાઝ શેખ નાઓ દ્વારા ભવિષ્યમાં પણ યોગ્યતા ધરાવતા પોલીસ કર્મચારીઓને બઢતી આપવાની કાર્યવાહી સમયસર થતી રહે તે માટે કટીબધ્ધ છે.

રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટા ઉદેપુર જીલ્લામાં ૧૧૨ ના મહેકમ સામે ૭૧ જ ગ્રામ સેવકો

admin

છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિઘાન સભાના સજવા જિલ્લા પંચાયતના સજુલી ગામે કોઝવેની કામગીરીનુ ખાતમુહૂર્ત ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું

admin

છોટાઉદેપુર જિલ્લાના ઝોઝ ગામે ચાલતી કસ્તુરબા ગાંધી વિધાલયની વિદ્યાર્થીનીઓને એક જ બસમાં 75 જેટલી વિદ્યાર્થીનીઓને ઝોઝ અને છોટાઉદેપુર વચ્ચે મુસાફરી કરવી પડે છે.

admin

Leave a Comment