36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

ઇસ્લામ ધર્મના પયગંબર સાહેબના ચારિત્ર્ય વિશે અભદ્ર ટિપ્પણી કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા કલેકટરને છોટાઉદેપુર સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા આવેદન પાઠવવામાં આવ્યુ

ભારત એક બિનસંપ્રદાયક દેશ છે. જેમાં અનેક ધર્મ અને અસંખ્ય સમાજના લોકો વસે છે. જે દાયકાઓથી એકબીજા સાથે હળી મળીને ભાઈચારાથી રહે છે. અને એટલેજ ભારત દેશની એકતા અને અખંડિતતા ,ભાઈચારો, શાંતિ અને સૌહાર્દ સર્વધર્મ સમભાવની ભાવના વિશ્વ માટે પ્રેરણા સ્ત્રોત માનવામાં આવે છે, પરંતુ દેશની શાંતિ અને સુલેહને. ભાઈચારા ને દેશની એકતા અને અખંડિતતાને તોડવા માટે ધાર્મિક લાગણી દુભાય તેવી ભાષાનો પ્રયોગ કરીને ઉશ્કેરણી જનક ધાર્મિક ટીકા ટિપ્પણી કરીને દેશનો માહોલ બગાડવાના પ્રયાસો કરતા હોય છે. ત્યારે જો કોઈપણ વ્યક્તિ આવો હીન પ્રયાસ કરે તો એવા અસામાજિક તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટે દેશના સંવિધાનમાં કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે. જેથી કરીને કોઈપણ દેશવિરોધી દેશની એકતા અને અખંડિતતાને દેશમાં વસતા કોઈપણ ધર્મ સંપ્રદાય વિરુદ્ધ બોલે કોઈપણ ધર્મ કે સંપ્રદાયના લોકોની ધાર્મિક લાગણી દુભાય એવી ભાષાનો પ્રયોગ કરે અથ આ ટિકા ટિપ્પણી કરે તો એવા તત્વો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે ત્યારે ભારતની એકતા ને તોડવાનો અને અખંડિતતાને ખંડિત કરતો આવોજ એક પ્રયાસ તાજેતરમાં મહારાષ્ટ્ર ના સિન્નર ખાતે આયોજિત એક સંમેલનમા સંત રામગીરી મહારાજ દ્વારા જાહેરમાં ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મુહમ્મદ પયગંબર સાહેબના ચારિત્ર્ય વિશે અભદ્ર ટીકા ટિપ્પણી કરી દેશના તમામ ઇસ્લામ ધર્મના લોકોની ન માત્ર લાગણી દુભાવી છે. પરંતુ ઇસ્લામ ધર્મના પયગંબર વિશે ટીકા ટિપ્પણી કરી ઇસ્લામ ધર્મ નું અપમાન કર્યું છે..અને તેને લઈ ન માત્ર દેશભરના મુસ્લિમ સમાજમાં પણ સમગ્ર વિશ્વમાં તેના ઘેરા પ્રત્યાઘાત અને રોષ ની લાગણી ફેલાઈ છે, ત્યારે દેશમાં તમામ ધર્મના લોકો વચ્ચે જળવાયેલ શાંતિ એકતા ભાઈચારા ને તેમજ દેશની એકતા અખંડિતતાને તોડવાનો જે દેશ વિરોધી જે રાષ્ટ્ર વિરોધી હીન પ્રયાસ કરાયો છે ,જેથી આવું કૃત્ય કરનાર અભદ્ર ધાર્મિક લાગણી દુભાય તેવી ટીકા ટિપ્પણી કરનાર સામે ત્વરિત અને સખત પગલાં ભરવામાં આવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે તમામ મુસ્લિમ સમુદાય વતી છોટાઉદેપુર સુન્ની મુસ્લિમ વકફ કમિટી દ્વારા અધિક કલેકટરને આવેદન પાઠવ્યું છે.

Related posts

છોટાઉદેપુરના ધંધોડા નવી વસાહત ખાતેથી માટીનું ગેરકાયદેસર ખોદકામ કરતાં જેસીબી મશીન અને ટ્રેકટરને ખાન ખનીજ વિભાગની ટીમે ઝડપી પાડ્યું.

admin

ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના અધ્યક્ષસ્થાને સંખેડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

admin

ટામેટાની ખેતીમાં રોગ આવી જતા ખેડૂતોની ખેતી સદંતર નિષ્ફળ

admin

Leave a Comment