બાજુના જ મકાનમાં બાળકો ભોજન લઈ રહ્યા હતા
બાળકોમાં જાનહાની ટળી પરંતુ બાળકો ડરી રહ્યા છે અને તમામ બિલ્ડિંગ ની તપાસની માંગ ધારાસભ્ય ડેડીયાપાડા કરી છે
આજરોજ ડેડીયાપાડા ખાતે (આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય સંચાલિત ) આદર્શ નિવાસી કુમાર શાળા નું છાત્રાલય બપોરે 12:00 કલાક ના સમયગાળા દરમિયાન બાળકો બાજુના મકાનમાં જમી રહ્યા હતા ત્યારે અચાનક ચાર માળની બિલ્ડીંગ ધરાશાહી થઈ હતી જેથી આદર્શ નિવાસી શાળામાં રહેતા બાળકો અને શિક્ષક પરિવારોમાં ભયની લાગણી ફેલાઈ હતી કારણ કે આ આ બિલ્ડીંગ પડે તે પહેલા તંત્રને જાણ પણ કરવામાં આવી હતી કે આ બિલ્ડીંગ ઉતારવી પડે તેમ છે પરંતુ તંત્રએ લાપરવાહી રાખી અને કોઈ પગલા ન લીધા અને અચાનક જ આ બિલ્ડીંગ પડી ગઈ છે અને હવે આદર્શ નિવાસી શાળા સાથે બાળકો રહે છે તે બિલ્ડીંગ અને શિક્ષકો પણ જે બિલ્ડીંગમાં રહે છે તેની પણ તપાસ કરવી જરૂરી થઈ ગઈ છે કારણ કે તમામ બિલ્ડિંગો હવે જર્જરી થઈ ચૂકી છે જેથી તાત્કાલિક નવી બિલ્ડીંગો બનાવી પડે તેમ છે.

ઘટનાની જાણ દડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા ને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા. કોઈ જાણહાની થયેલ છે કે નથી તેની તપાસ કરી. છાત્રાલય ના આચાર્ય અને શિક્ષકોએ એ વૈકલ્પિક વ્યવસ્થામાં બાળકો સૉર્ટ્સ હોલ માં રહેવા માટે વ્યવસ્થા કરતા સદનસીબે મોટી દુર્દઘટના ટળી.

શાળા ના સંચાલકો એ સરકાર ને નવી બિલ્ડીંગ બનાવવા અનેકવાર રજુઆતો કરી તેમ છતાં નવી બિલ્ડીંગ બનાવવા ની મંજૂરી આપવામાં આવી ન હતી

ધારાસભ્ય ચૈતર વસાવા એ તાત્કાલિક અધિકારીઓ ને ફોન કરી આ ઘટના અંગે તપાસ કરી આગળ ની કાર્યવાહી કરવા જણાવ્યું. તેમણે કહ્યું કે “આ બિલ્ડીંગ નું બાંધકામ ભ્રષ્ટાચાર નો નમૂનો છે. બાંધકામ માં ગુણવત્તા પણ જળવાઈ ન નથી અને આખા ગુજરાત ના આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત શાળાઓમાં પણ અધિકારીઓ અને કોન્ટ્રાકટરો એ આ પ્રકાર નું ભ્રષ્ટાચાર થયેલ હોવાનું જણાવ્યું. મકાનના પાયા માં પણ સળિયા નજરે ન પડ્યા. અને જ્યાં સળિયા વપરાયા છે તે તેમાં પણ ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે. ધારાસભ્યી એ આદર્શ સ્કૂલના સંચાલકો નો આભાર માન્યો કે તેમણે સમયસર સૂચકતા વાપરી અને મોટી જાનહાની ટળી.
આદર્શ નિવાસી શાળાના આચાર્ય શંકરભાઈ વસાવા જણાવ્યું હતુ. આ ચાર માળની બિલ્ડીંગ હતી જે જર્જરીત થતા અમે બાળકોને બીજી જગ્યા પર શિફ્ટ કર્યા હતા અને ઉચ્ચ કક્ષાએ જાણ કરી હતી ત્યાં બિલ્ડીંગ ને તાત્કાલિક ઉતારવી પડે તેમ છે પરંતુ તંત્ર કઈ કરે તે પહેલા બિલ્ડીંગ પડી ચૂકી છે જેથી બાળકો થોડા ઘણા ગભરાઈ ગયેલા હતા અને ડેડીયાપાડા ના ધારાસભ્ય પણ મુલાકાત લીધી હતી
રિપોર્ટર :- સુનિલ વર્મા, ડેડીયાપાડા ( જિલ્લો નર્મદા )

