40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

છોટાઉદેપુર તાલુકાના તેજગઢ ગામે દસમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસને લઈને છોટાઉદેપુર તાલુકાના તેજગઢ ગામે દસમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસને લઈને ગુજરાત સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજીને એક જ સ્થળેથી લોકોને તમામ લાભો મળે તે માટે આ સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને તમામ યોજનાઓનો લાભ એક જ સ્થળેથી મળે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું. સેવા સેતુ કાર્યક્રમ યોજીને વિવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવના હસ્તે લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અંદર સાંસદ અને ધારાસભ્યની સાથે તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, પ્રાંત અધિકારી વિમલ બારોટ, તાલુકા વિકાસ અધિકારી પૂનમ ડામોર, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા, તેજગઢ જુથ ગ્રામ પંચાયતના સરપંચ નરસિંહભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના સદસ્ય નગીનભાઈ રાઠવા, તાલુકા સરપંચ સંઘના પ્રમુખ રસિકભાઈ રાઠવા સહિત તેજગઢ સહિત આસપાસના ગામોના લોકો અને લાભાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને સેવા સેતુ કાર્યક્રમનો લાભ લીધો હતો. આ સાથે મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ કરીને સ્વચ્છતા અભિયાનને લઈને જાગૃતતા આવે તે માટે રેલીનું પ્રસ્થાન પણ મહાનુભાવોએ કરાવ્યું હતું.

Related posts

ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ખેડૂતોને પાક નુકશાનીનું વળતર આપવા માટે પત્ર લખ્યો

admin

શહેરના વ્રજધામ આધ્યાત્મિક સંકુલ માંજલપુર ખાતે વિશ્વવંદનીયા નિત્ય લીલાસ્થ પૂજનીયા શ્રી ઇન્દિરા બેટીજી (પૂજનીયા શ્રીજીજી) ના પ્રાગટ્યોત્સવ શ્રી વલ્લભકુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી ના મંગલ સાનિધ્યમાં ઉજવવામાં આવશે.

admin

ડભોઇ કડીયાવાડ મુદ્રાસા ખાતે સૈયદ અહમદ કબીર રિફાઈના ઉર્સ પ્રસંગે રિફાઈ કમિટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

admin

Leave a Comment