36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

અમદાવાદ થી કાર ચાલક દારૂ પીતો પીતો વડોદરા પોહચ્યો લોકોએ પકડ્યો

સંસ્કારી નગરી વડોદરા માં છેલ્લા કેટલાય સમય થી ડ્રિંક એન્ડ ડ્રાઇવ ના કેસ વધી રહ્યા છે. જાણે કાયદાનો કોઈને ડર જ ન રહ્યો હોય તેમ બિન્દાસ નશેબાજો કાર હંકારી પોતાની સાથે અન્ય વાહનચાલકો ના જીવ જોખમ માં મુકતા હોય છે. ત્યારે વધુ એક બનાવ મોડી રાત્રે અલકાપુરી વિસ્તારમાં નોંધાયો છે. એક કાર ચાલકે ચિક્કાર નશા ની હાલત માં ગાડી ગફલત ભરી ચલાવી અનેક ગાડીઓને અડફેટમાં લીધા હતા. ત્યારે કેટલાક વાહનચાલકો એ તેણી પાછળ ગાડી દોડાવી તેને રોક્યો હતો. આપ વિડીયો માં જોઈ શકો છો. કારચાલક એટલો બધો નશામાં છે કે તે ઊભા રહેવાની સ્થિતિ માં પણ નથી. ત્યારે નાગરિકો એ 100 નંબર ડાયલ કરી પોલીસ ને જણાવતા અકોટા પોલીસે સ્થળ પર પહોંચી નશામાં ધૂત કાર ચાલક ની અટકાયત કરી હતી. મહત્વનું છે કે શહેરમાં આવા અનેકો બનાવને પગલે પોલીસ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ પર સવાલ ઉઠવા પામ્યા છે.

Related posts

શ્રી કેશવ કો-ઓપરેટીવ સોસાયટી વિસાવદર સાખા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની ઉજવણી કરાઈ

admin

VMC ખાતે ફાયર વિભાગનું ચેકિંગ સ્થાઈ સમિતિના ચેરમેનની કચેરી બહાર લો-પ્રેશર એક્સટિંગુશર મળી આવ્યું

admin

વડોદરાના કિશનવાડી વિસ્તારમાં ચાલતા શાક માર્કેટને ડમ્પિંગ યાર્ડ પાસે ખસેડતા ભારે વિરોધ

admin

Leave a Comment