36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

VMC ખાતે ફાયર વિભાગનું ચેકિંગ સ્થાઈ સમિતિના ચેરમેનની કચેરી બહાર લો-પ્રેશર એક્સટિંગુશર મળી આવ્યું

વડોદરા મહાનગરપાલિકા કચેરી ખાતે ફાયર વિભાગનું ચેકિંગ

સ્થાઈ સમિતિના ચેરમેનની કચેરી બહાર લો-પ્રેશર એક્સટિંગુશર મળી આવ્યું

વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે આજે ફાયર વિભાગ દ્વારા સુરક્ષા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન કચેરીમાં લગાવવામાં આવેલા ફાયર એક્સટિંગુશર મશીનો સહિતની ફાયર સુરક્ષા સામગ્રીની તપાસ કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, મહાનગરપાલિકાની વિવિધ કચેરીઓમાં 50 કરતાં વધુ સ્થળોએ ફાયર એક્સટિંગુશર લગાવવામાં આવ્યા છે. ફાયર વિભાગ દ્વારા આ તમામ ફાયર ડિવાઇસીસનું પ્રેશર, મેન્ટેનન્સ તથા એક્સપાયરી તારીખ સહિતની બાબતોની સમાનાંતરે તપાસ કરવામાં આવી હતી.

ચેકિંગ દરમિયાન ચોંકાવનારી બાબત સામે આવી હતી કે ખુદ સ્થાઈ સમિતિના ચેરમેનની કચેરીની બહાર લગાવવામાં આવેલું ફાયર એક્સટિંગુશર લો પ્રેશર હોવાનું જોવા મળ્યું હતું.

આ બાબતને લઈને સવાલ ઊભો થયો છે કે જો કોઈ અચાનક દુર્ઘટના સર્જાય અને તાત્કાલિક ફાયર એક્સટિંગુશરની જરૂર પડે, તો લો પ્રેશર ધરાવતું એક્સટિંગુશર અસરકારક સાબિત થશે કે કેમ.

ફાયર વિભાગ દ્વારા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે ફાયર સુરક્ષા વ્યવસ્થાની નિયમિત દેખરેખ અને જાળવણી અંગે ફરી એકવાર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.

Related posts

એમ.એસ.યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠનો દ્વારા પાકિસ્તાનના ધ્વજના પોસ્ટર સળગાવીને વિરોધ દર્શાવવામાં આવ્યો

admin

વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ સહજાનંદ યુવક મંડળ દ્વારા ગણેશ સ્થાપનાને છઠ્ઠા દિવસે ગાયત્રી હવન અને અન્નકૂટનું આયોજન

admin

ઈસ્કોન મંદિર વડોદરા દ્વારા ૪૩મા વાર્ષિક શ્રી જગન્નાથ રથયાત્રા મહોત્સવને લઈ આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું

admin

Leave a Comment