37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સાવલી તાલુકાના નાનીભાંડોલ ગામમાં આગની ઘટના સામે આવી

સાવલી પંથકમાં વધી રહેલી ગરમી વચ્ચે ગામના નાના ફળીયા વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનોમાં આગ લાગી હતી, જેના કારણે ગ્રામજનોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

માહિતી મુજબ આગ એક લાઇનમાં આવેલા બે થી વધુ મકાનોમાં ફેલાઈ ગઈ હતી. આગમાં રહેણાંક મકાનોમાં રહેલી ઘરવખરી, સામાન તેમજ પશુઓ માટેનો ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.

આ આગની ઘટનામાં ચૌહાણ ગોવિંદભાઈ મગનભાઈ, પરસોત્તમભાઈ મગનભાઈ અને જશવંતભાઈ ડાહ્યાભાઈના મકાનોને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જણાવાયું છે. પ્રાથમિક અંદાજ મુજબ લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ઘટનાની જાણ થતાં Gujarat Police ની 112 ટીમ તેમજ મંજુસર GIDC અને Jubilant Ingrevia કંપનીના ફાયર ફાઇટરો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે. ઘટનાની જાણ થતાં ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળ પર ઉમટી પડ્યા હતા અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Related posts

બોલેરો ગાડીના ચાલક દ્રારા ફોરવીલર વાહન ચાલકને ટક્કર મારવામાં આવી અને તેની સાથે મારામારી જપાજપી કરવામાં આવી

admin

અંનગઢ નજીક ફ્રેઈટ કોરિડોર ટ્રેક પર “કોલ્ડ પાયરો” ફટાકડા મળતા ચકચાર

admin

હિન્દી સિનેમા જગતના મહાનગાયક મહમદ રફી સાહેબના 100માં જન્મદિવસ ઉપલક્ષમાં વૃંદા મ્યુઝિકલ ઇવેન્ટ્સ દ્વારા કમાટીબાગ સ્થિત એમ પી થિયેટર ખાતે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી

admin

Leave a Comment