36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાંકાનેર ખાતે તાજીયાની સ્થાપના કરવામાં આવી

સાવલી તાલુકાના.વાંકાનેર ગામ.ખાતે તાજીયા ની સ્થાપના કરવામાં આવી આજરોજ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાંકાનેર ખાતે તાજીયાની સ્થાપના કરવામાં આવી હતી હાલ મુસ્લિમ સમાજ માં મોહરમ પર્વ ચાલી રહ્યું છે તેવામાં પાંચમાં ચાંદના દિવસે મોટા ભાગના જે તાજીયા છે તેનું આગમન થતું હોય છે અને સ્થાપના પણ કરવામાં આવે છે ઇસ્લામ ધર્મના મોહરમ પર્વ નો અનોખો ઇતિહાસ છે ઇસ્લામમાં નવા વર્ષની શરૂઆત મહોરમથી જ થઈ જાય છે જે નવાસાં એ રસુલ હજરત ઈમામે હુસૈન ની યાદ માં ઉજવતો આ પર્વ છેજ્યારે આજ રોજ વાકાનેર મુકામે રણા સિકંદર ભાઈ તથા રંગીતશિહ દ્વારા તાજીયા ની સ્થાપના કરવામાં આવી પાંચમાં ચાંદ ના દિવસે ડીજેના તાલે જુલુસ કાઢવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા ડીજેના તાલે પીટણી રમીને તાજીયાની સ્થાપના કરાઈ હતી ત્યારબાદ નિયાઝ ખવડાવવામાં આવી હતી ત્યારે આજે વાંકાનેર ખાતે કોમી એકતા ની વિશાલ જોવા મળી હતી હુસેની ચોકમાં દર વર્ષની જેમ હિન્દુ મુસ્લિમ એકતા સાથે મહોરમ પર્વ ઉજવવામાં આવે છે ત્યારે મોટી સંખ્યામાં મુસ્લિમ અગ્રણીઓ ,તેમજ સાવલી 135 વિધાનસભાના ધારાસભ્ય કેતન ઇનામદાર ના નાના ભાઈ સંદીપ ઇનામદાર, તેમજ ગોઠડા પૂર્વ સરપંચ સૈયદ મોહમ્મદ અલી ગરાસીયા સમાજના પ્રમુખ રણા નટવરસિંહ અને જાકીરભાઇ વકીલ, વોહરા લાલાભાઇ, અને ટીનાભાઇ મલેક વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનોનું આભાર વ્યક્ત કર્યો હતો

Related posts

વડોદરા ના તાંદલજા વિસ્તારના યોગી કુટીર ટેનામેન્ટ માં આવેલ યોગેશ્વર મહાદેવના મંદિરના પ્રાંગણમાં કોઈ જાનવર નો કપાયેલો પગ જોવા મળ્યો

admin

છોટાઉદેપુર જિલ્લાના 29 જેટલા પરીક્ષા કેન્દ્રો ખાતે ધોરણ 10 બોર્ડની પરીક્ષા માટે 13527 જેટલા પરીક્ષાાર્થીઓ પરીક્ષા આપવા માટે રવાના થયા

admin

વડોદરા ખાતે આવેલ બરોડા ડેરીમાં ૭૬માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી

admin

Leave a Comment