રાજ્ય ભર ની અંદર આંગણવાડી તેમજ ધોરણ એકમાં સરકારી શાળામાં પ્રવેશ મેળવતા બાળકોનો પ્રવેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે વિસાવદર તાલુકાના પ્રેમપરા ખાતે લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યામંદિર ખાતે પ્રાથમિક શાળા ના ધોરણ એક તેમજ દાધીયાં પરા પ્રાથમિક શાળાના ધોરણ 1 અને પ્રેમપરા આંગણવાડી કેન્દ્ર નંબર એક કેન્દ્ર નંબર 2 કેન્દ્ર નંબર ત્રણ ના બાળકોનો પ્રવેશ મહોત્સવ યોજાયો હતો આ પ્રસંગે અધ્યક્ષ સ્થાને વિસાવદર તાલુકાના પ્રાંત અધિકારી શ્રી ઉપસ્થિત રહ્યા હતા સાથે ગામના આગેવાનો અગ્રણીઓ અને સામાજિક કાર્યકર્તાઓ તેમજ આંગણવાડી પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલ ના શિક્ષક સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા સાથે બાળકોને શૈક્ષણિક કીટનું પણ વિતરણ દાતાઓ તરફથી કરવામાં આવ્યું હતું તથા પ્રાથમિક શાળા તેમજ હાઈસ્કૂલના શિક્ષણની અંદર વિશિષ્ટ પ્રતિભાઓને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભવો મહેમાનોના હસ્તે ઇનામ પણ વિતરણ કરવામાં આવ્યું હતું આમ વિસાવદર તાલુકાના પ્રેમપરા ખાતે આ શાળા પ્રવેશ ઉત્સવ સંપન્ન થયો હતો રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર

