ઈસ્લામિક કેલેન્ડરના પવિત્ર રજબ માસની ૧૩મી તારીખે ઈરાક સહિત સમગ્ર વિશ્વમાં હઝરત સૈયદના મૌલા અલી શેરે ખુદા (ર.અ.) નો વિલાદત જન્મ દિવસ ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ પવિત્ર અવસરે ડભોઈ શહેરમાં પણ ‘શાને હુસૈની કાદરી કમિટી’ દ્વારા એક ભવ્ય જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય જુલૂસનો પ્રારંભ મહેતા પાર્ક સ્થિત સૈયદ બડે સાહબ મીયા એહમદ મીયા કાદરી (મુખ્યતારબાપુ) ના નિવાસસ્થાનેથી કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મહુડી ભાગોળ, સુંદરકુવા, કડિયાવાડ અને તલાવપુરા જેવા વિવિધ વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો આ જુલૂસમાં જોડાયા હતા
ગગનભેદી નારા સાથે ડભોઈ શહેર માગૅમા ‘યા અલી અલી અલી હૈદર હૈદર’ અને મૌલા અલી શેરે ખુદા ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. મુસ્લિમ બિરાદરોએ હાથમાં મૌલા અલીના નામની તખ્તીઓ, ઇસ્લામિક ઝંડાઓ અને સાથે જ રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે દેશનો તિરંગો પણ લહેરાવ્યો હતો.કસીદા પઠન: રસ્તામાં મુસ્લિમ બિરાદરો દ્વારા અત્યંત અદબ સાથે મૌલા અલીની શાનમાં કસીદાનું પઠન કરવામાં આવ્યું હતું, જેણે આધ્યાત્મિક વાતાવરણ ઊભું કર્યું હતું આ જુલૂસ વકીલ બંગલા, ભારત ટોકીઝ, ટાવર, છીપવાડ અને પરબડી થઈને કાજીવાડ મહેતા પાર્ક ખાતે સંપન્ન થયું હતું. આ પ્રસંગે સૈયદ સાદત સહિત મોટી સંખ્યામાં નાના-મોટા સૌ મુસ્લિમ બિરાદરોએ ઉપસ્થિત રહી મૌલા અલી પ્રત્યે પોતાની અકીદત શ્રદ્ધા વ્યક્ત કરી હતી. ‘શાને હુસૈની કાદરી કમિટી’ ના સભ્યો દ્વારા જુલૂસનું સુચારુ સંચાલન કરવામાં આવ્યું હતું.

