43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

“ચેટીચંદ” નિમિત્તે બહેરાણા સાહેબ અને માતાની ચોકીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

વડોદરાના ખોડિયારનગર સ્થિત સાકેત ફ્લેટ્સ ખાતે સિંધી સમાજના ઈષ્ટદેવ ભગવાન ઝૂલેલાલના જન્મોત્સવ અને નવવર્ષ ચેટીચંદ નિમિત્તે બહેરાણા સાહેબ અને માતાની ચોકીનું આયોજન કરવામાં આવ્યું.

આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમ સન્મુખ જ્ઞાન ચંદાણી અને ચંદાણી પરિવાર દ્વારા યોજાયો.

કાર્યક્રમની શુભ શરૂઆત વિશિષ્ટ અતિથિ પ્રેમ પ્રકાશ ધર્મતિર્થના સંત મુકે શ સાંઇ દ્વારા જ્યોત પ્રગટાવી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો.

ભજનો અને સંગીતમય સાંજ
શહેરના લોકપ્રિય ગાયક પિંટુ સોની દ્વારા ભગવાન ઝૂલેલાલના ભજનો ગવાયા.

ઇન્દોરના ગાયક રાજુભાઈ શેઠી દ્વારા માતાજીના ભજનોની ભવ્ય પ્રસ્તુતિ કરવામાં આવી.

કાર્યક્રમમાં સિંધી સમાજના આગેવાનો, યુવકો-યુવતીઓ, સાકેત ફ્લેટ્સના રહીશો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.

ચેટીચંદ અને માતાજીની ચોકી ભક્તિભાવે, ઉત્સાહભેર અને ભવ્ય રીતે ઉજવાઈ!

Related posts

કોમી એકતાના પ્રતિક માઈ સાહબ દાદીમાં દરગાહ શરીફ ખાતે શાનદાર ઉસૅની ઉજવણી કરવામાં આવી

admin

વડોદરાના મનીષા ચોકડીથી વાસણા તરફ રોડ પર જતા માર્ગ પર ભુવો

admin

ગુજરાતથી શ્રીલંકા જશે ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું માનભેર પ્રસ્થાન

admin

Leave a Comment