Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

નસવાડી ખાતે ભગવાન બિરસા મુંડા ની 150મી જન્મજયંતિ નિમિત્તે ગૌરવ રથયાત્રાનું ઉમરકાભેર સ્વાગત

નસવાડી તાલુકામાં આજે ઐતિહાસિક માહોલ જોવા મળ્યો હતો, કારણ કે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે અંબાજીથી શરૂ થયેલી ગૌરવ રથયાત્રાનો ભવ્ય સ્વાગત કાર્યક્રમ એપીએમસી નસવાડી ખાતે યોજાયો હતો.

કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મંત્રી શ્રી પી.સી. બરંડા તથા શ્રી રમેશભાઈ કટારાની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી.
તેમજ દાહોદ લોકસભાના સાંસદ શ્રી જશવંતભાઈ ભાભોર, છોટાઉદેપુર લોકસભાના સાંસદ શ્રી જશુભાઈ રાઠવા,
જિલ્લા પંચાયત પ્રમુખ મલ્કાબેન પટેલ, વિસ્તારના ધારાસભ્ય શ્રી અભેસિંહ તડવી,
જિલ્લા ભાજપા પ્રમુખ ઉમેશ રાઠવા, પૂર્વ સાંસદ શ્રી રામસિંહ રાઠવા,
પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ,
તથા જિલ્લા અને તાલુકા પંચાયતના હોદ્દેદારો, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી, હેલ્થ ઓફિસર અને વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મહેમાનો દ્વારા ભગવાન બિરસા મુંડાના આદર્શો, તેમના વીરતા ભર્યા સંઘર્ષ અને આદિવાસી સમાજના હિત માટેના યોગદાન અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.
કાર્યક્રમ દરમિયાન પીએમ જય કાર્ડ યોજનાના લાભાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા તેમજ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા ખેડૂતોનું સન્માન પણ કરવામાં આવ્યું.
વન વિભાગ દ્વારા આ અવસરે ૫૦૦ વૃક્ષારોપણ કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે પર્યાવરણ સંરક્ષણ તરફ એક પ્રેરક પગલું રહ્યું.

નસવાડી પોલીસની પ્રશંસનીય કામગીરી
આ રથયાત્રા દરમિયાન કોઈપણ જાતનું નર્તન, અવ્યવસ્થા કે ટ્રાફિકની સમસ્યા ઉભી ન થાય તે માટે નસવાડી પોલીસ તંત્રે ચુસ્ત બંદોબસ્ત રાખ્યો હતો.
ટ્રાફિક વ્યવસ્થાપનથી લઈને સુરક્ષા સુધી, દરેક સ્તરે પોલીસે ઉમદા કામગીરી બજાવી હતી.
યાત્રા દરમ્યાન કોઈને પણ અડચણ ન પડે તે માટે પોલીસ તંત્ર સતત સતર્ક રહ્યું અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયો.
સ્થાનિક નાગરિકોએ પણ નસવાડી પોલીસના આયોજનની પ્રશંસા કરી હતી.

આ રીતે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલી ગૌરવ રથયાત્રા નસવાડીના ઇતિહાસમાં યાદગાર પ્રસંગ બની રહી હતી, જેમાં આદિવાસી ગૌરવ અને એકતાનો અનોખો સંદેશ પ્રસરી ઉઠ્યો.

Related posts

કવાંટ સરકારી દવાખાનામાં સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર નશાની હાલતમાં હોવાનો વીડિયો વાયરલ

admin

છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાઓમાં તાલુકા પુરવઠા નાયબ મામલતદારોએ 1664 જેટલા રેશનકાર્ડ ગ્રાહકોને નોટિસ આપી

admin

છોટાઉદેપુર નજીક આવેલ પીપલજ ગામમાં નવીન આંગણવાડીમાં લાગી આગ

admin

Leave a Comment