38.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 19, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળી સ્થિત મા રેવા આશ્રમ ખાતે સમૂહ યજ્ઞોપવિતનો કાર્યક્રમ યોજાયો

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળી સ્થિત મા રેવા આશ્રમ ખાતે સમૂહ યજ્ઞોપવિત નો કાર્યક્રમ યોજાયો હતો. મા રેવા આશ્રમ, કરનાળી અને શ્રી છત્રી મહીયડ ઔદિચ્ય ટોળક મંડળના સંયુક્ત ઉપક્રમે 14 મો સમૂહ યજ્ઞોપવિત (જનોઈ) કાર્યક્રમ માં રેવા આશ્રમ, ક્ષેત્ર કરનાળી ખાતે યોજવામાં આવ્યો જેમાં 15 બટુકોએ શાસ્ત્રોક્ત વિધિ સાથે જનોઈ ધારણ કરી ઉપનયન સંસ્કાર મેળવ્યા હતા.આ પ્રસંગે ગુજરાત બ્રહ્મ સમાજ ના પ્રમુખ તેમજ ડભોઇ વિધાનસભા ના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા (સોટ્ટા), પૂજ્ય નયનભાઈ જોષી માં રેવા આશ્રમ ના સ્થાપક રજનીભાઈ પંડ્યા તેમજ સહ સ્થાપક યોગેશ ભાઈ પંડ્યા અને જય શિકોતર ચેહર મેલડી ઢોલાર ના પૂજય ભુવાજી હરેશભાઇ, ઉપસ્થિત રહી બટુકોને આશીર્વાદ આપ્યા હતા.આ પ્રસંગે માં રેવા આશ્રમના પૂજ્ય રજનીભાઈ પંડ્યા એ જણાવ્યું હતું કે માં રહેવા આશ્રમમાં અવારનવાર ધાર્મિક સામાજિક શૈક્ષણિક કાર્યક્રમ યોજતા રહે છે આ વખતે 14 યજ્ઞોપાવિત કાર્યક્રમ પ્રથમ વખત માં રેવા આશ્રમ ખાતે યોજાયો હતો જેમાં બટૂકોના પરિવારજનોને જણાવ્યું હતું કે ઉપનયન સંસ્કારમાં જે ખર્ચનો બચાવ થયો છે તે બાળકોના શિક્ષણ પાછળ ખર્ચ કરી તેઓની એક આગવી ઓળખ પ્રસ્થાપિત થાય તે પ્રમાણે બાળકોનું જીવન ઘડતર કરવામાં આવે તે આજના જમાના ની જરૂરિયાત છે.

Related posts

ડભોઈ સીતપુર વસાહતથી ગામ સુધી નમી ગયેલા વીજ થાંભલાઓથી જાનહાનીનો ભય : MGVCLની ઘોર બેદરકારી

admin

સાવલી પંથકમાં રાંધણગેસના બોટલ મેળવવા અછત ની આશંકાએ ઉગ્રબની પડાપડી કરતાં જોવા મળ્યા

admin

વડોદરાના તાંદલજા વિસ્તારમાં મધરાતે સરતાજ કોમ્પલેક્ષના એક મકાનમાં આગ લાગતાં ઘરવખરીનો સામાન બળીને ખાક થયો

admin

Leave a Comment