33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ચુડાસુરેન્દ્રનગર જિલ્લો

ચુડા ભવાની લાતી ખાતે ભારતીય કિસાન સંઘની બેઠકનું આયોજન કરાયું

સુરેન્દ્રનગર જિલ્લાનાં ચુડા ભવાની લાતી ખાતે ભારતીય કિસાન સંઘની યોજાઈ હતી.જેમાં સદસ્યની બુકોનું વિતરણ કર્યું હતું તે બુકો પાછી જમા કરાવેલ ભારતીય કિસાન સંઘનું સંગઠન મજબૂત થાય તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો અને ખેડૂતોનાં પ્રશ્નો હલ થાય અને તેમના પ્રશ્નોનું નિવારણ આવે અને ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને પ્રાકૃતિક ખેતી કરે એવી ભલામણ કરવામાં આવી હતી.આ મિટિંગમાં ચુડા ભારતીય કિસાન સંઘનાં ચુડા તાલુકા પ્રમુખ તરીકે લકુમ નારણભાઈ ગંગારામભાઈની વરણી કરવામાં આવી હતી ત્યારે ઉપસ્થિત સહુ સદસ્યો તેમજ ખેડૂતોએ નારાયણભાઈ લકુમને પ્રમુખ તરીકેનાં નિર્ણયને સર્વ સંમતિથી વધાવી લેવામાં આવ્યો હતો. અને નારાયણભાઈ લકુમને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કારોબારી સમિતિના ભીખાભાઈ પટેલ સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ જયદેવભાઈ પાઠક સુરેન્દ્રનગર જિલ્લા સંયોજક લક્ષ્મણભાઈ ચુડા તાલુકામાંથી ખેડૂતો અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ચુડા તાલુકાનાં મીણાપુર ગામનાં લોકોએ વીજ ધાંધિયાથી કંટાળી આવેદનપત્ર આપ્યું..

admin

DGPનાં આદેશ બાદ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ એક્શન મોડમાં જોવાં મળી.

admin

પૂર્ણિમા નિમિત્તે ચુડા તાલુકાના છલાળા ગામ ખાતે બટુક ભોજનનું આયોજન કરાયું

admin

Leave a Comment