પલ ભરનો ગુસ્સો માણસને હેવાન બનાવી દે છે. અવાજ ગુસ્સાના આવેશમાં આવીને એક નિર્દોષ વ્યક્તિને તેની સાથે રહેતા બે વ્યક્તિઓએ મોતને ઘાટ ઉતરી દીધો.
નીનુસિંહ રામસિંહ ડાવર કે જે મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના સોઢવા તાલુકાના કટવાડ ગામે રહેતો હતો.નીનુ ડાવરના પત્નીનું વર્ષો પહેલા મૃત્યુ થયું હતું. ચાર દીકરા હતા. અને તેમના બે દીકરાનું પણ મોત થઈ ગયું હતું. જે બે બાળકો છે. તેઓ પણ ગુજરાતના કાઠિયાવાડ ખાતે મજૂરી અર્થે જતા રહ્યા છે. એકલવાયું જીવન જીવતા નીનુને પોતાની ગુજરાન ચલાવવું મુશ્કેલ હતું. તેથી તેને આજથી આઠ એક વર્ષ પહેલા પોતાનું વતન છોડી દીધેલ અને ગુજરાતના અલગ અલગ જગ્યાએ જે કામ મળતું તેનાથી ગુજરાન ચલાવતો. એકલવાયુ અને ભટકતુ જીવન જીવતા નીનુને કવાંટ તાલુકાના ભૂંડ મારિયા ગામના બે ભાઈ ઇસન સવદીયા ભીલ અને રીકેશ સવદિયા ભીલનો સહારો મળ્યો આ ભાઈઓ બોડેલી તાલુકાના કોસિદ્રા ગામ પાસેના વિપલ પટેલના ખેતરમાં કામ કરતા હતા. નીનુ પણ ખેત મજૂરી કરી લેતો અને તેમની સાથે ખેતરમાં જે ઓરડીઓ હતી ત્યાં રહેતો.
તા.11 -11-24 ના રોજ કોઈ કારણ સર જ્યા બે ભાઈઓ રહેતા હતા. ત્યાં તે મોડી રાત્રે આવ્યો. મોડી રાત્રે આવતા આ બંને ભાઈઓ નીનુ તું કેમ મોડો આવે છે. તેમ કહી બોલાચાલી કરી હતી.અને આ બોલાચાલી ઉગ્ર ગુસ્સામા પરિણમી ઈશન ભીલ નામના વ્યક્તિ એ પંજેઠી વડે માથા ના ભાગ માં જીવ લેણ એવો ફટકો મારે છે.
કે નીનુ ડાવરનું ઘટના સ્થળ પર જ મોત નીપજી જાય છે. ગુસ્સાના આવેશમા આવેલ બે ભાઈઓએ નીનુની હત્યા કરી નાખતા હવે શું કરવું તે બાબતે વિમાસણમાં મુકાય છે. તેના જ ધર ના ભાગ મા મૃતદેહ પડતો હોય પોલીસના હાથે તેઓ પકડાય જશે તેવો ડર તેમને લાગવા લાગ્યો. જેથી તેઓએ જ્યા રહેતા હતા. ત્યાંથી દુર વિમલ પટેલનું કપાસનું ખેતર આવેલ છે. ત્યાં રાત્રી ના સમયે બાઈક પર નીનુ ના મૃતદેહ ને મૂકી ખેતર મા નાખી આવ્યા હતા . અને જે કપડા લોહીથી રંગાયેલા હતા. તેને નજીકમાં આવેલ નર્મદાની મુખ્ય કેનાલ માં ફેંકી દે છે. બીજે દિવસે વિમલ પટેલને તેના ખેતરમાં પડેલ લાશની જાણ થતા તેને તેના જ બીજા ખેતરમાં રહેતા અન્ય બે વ્યક્તિ ઓ સાથે આ મૃતક વ્યક્તિને ઓળખી લીધો ખેતરની ઓરડીમાં રહેતા મધ્ય પ્રદેશના ઈશન અને રિકેશને જાણ કરી અને તેના ધરે ફોન કરવાનું જણાવ્યું.
મધ્ય પ્રદેશના ક્ટવાડ ગામે ગામના એક વ્યક્તિનો સંપર્ક કરી મૃતકના ભાઈ બચું સિંહને જાણ કરી બચું સિંહ અને ગામના કેટલાક અગ્રણીઓ સાથે કોસિંદ્રા ગામે ખેતરમાં પડેલ લાશને ઓળખી બતાવી.
જોકે હત્યા કોણે કરી છે. તે બાબત પોલીસ માટે એક કોયડો હતો.તેની સાથે રહેતા ઈશન અને રિકેશ સાથે પૂછ પરછ કરતા તેમની વાત પર શંકા ગઈ હતી.અને ત્યાર બાદ કડકાઈ અને ધનિષ્ઠ પૂછપરછ બાદ આ બન્ને ભાઈઓએ હત્યા તેમને જ કરી હોવાની કબૂલાત કરી નાખી. હવે બન્ને હત્યારાઓની પોલસ ધરપકડ કરી છે. અને તેમને જેલ હવાલે કર્યા છે. સાથો સાથ જે પુરાવા હતા તેને નાશ કરવાના ગુન્હામાં ઈશનના પત્ની સામે પણ ગુન્હો નોંધી તેને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
મોહસીન સુરતી છોટાઉદેપુર

