40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વિચિત્ર ચોરીનો કિસ્સો સામે આવ્યો તસ્કરો ડુંગળી કાજુબદામ જેવી ખાદ્ય સામગ્રીની પણ ચોરી કરી

ફતેગંજ પોલીસ મથકની હદમાં આવેલા તારાબાગ સોસાયટીના એક મકાનમાં વિચિત્ર ચોરીનો કિસ્સો સામે આવ્યો છે.કિંમતી સર સામાન રોકડ રકમ સાથે તસ્કરો ડુંગળી કાજુબદામ જેવી ખાદ્ય સામગ્રીની પણ ચોરી કરી જતા આ ચોરી ચર્ચાનો વિષય બની હતી.

વડોદરા શહેરના ફતેહગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી તારાબાગ સોસાયટીના ટી4 નંબરના મકાનમાં વિચિત્ર ચોરીની ઘટના બની હતી.માલિક કિરણ સોલંકીના મકાનમાં થયેલી આ ચોરીની ઘટના માત્ર મુદ્દામાલની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ ચોરની ખાસ પસંદગીના કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે.ચોરોએ ઘરના તાળાં તોડીને કુલ રૂપિયા 2 લાખ ઉપરાંતની ચોરીને અંજામ આપ્યો હતો.જેમાં સોના-ચાંદીના કિંમતી દાગીના અને રૂપિયા 70 હજાર રોકડાની સાથે તસ્કરો ચોરી કરીને પલાયન થતા પહેલા ઘરમાંથી ડુંગળી, કાજુ-બદામ જેવી ખાદ્યસામગ્રી પણ સાથે લઈ ગયા હતા.આ ઉપરાંત, બાળકોના સપના સમાન અને બચતનું પ્રતીક એવા પૈસા ભેગા કરવાના ગલ્લાને પણ બાકાત રાખ્યો ન હતો. ફતેહગંજ જેવા પોશ વિસ્તારમાં રજાક પૂરું કરીને તસ્કરો સહેલાઈથી પલાયન થઈ જાય તે વહીવટી તંત્રની નિષ્ક્રિયતા દર્શાવે છે.ત્યારે, તારાબાગના રહીશોએ તાત્કાલિક અસરથી સઘન પેટ્રોલિંગ શરૂ કરવા અને આ બેશરમ ચોરને પકડી પાડવા માટે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.જેથી લોકોની મહેનતની કમાણી અને બાળકોની બચત સુરક્ષિત રહી શકે.

Related posts

વડોદરાના સંગમ વિસ્તારમાં કોમ્બિંગ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું

admin

રાહુલ ગાંધી વડોદરા એરપોર્ટ પોહોચ્યાં ! મળવા અગ્રણી કાર્યકરો ઉમટયા !

admin

વડોદરામાં મગરને સ્કૂટર પર લઈ જતો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ

admin

Leave a Comment