43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

TP રસ્તાઓ અને ડ્રેનેજ લાઈનની ચાલી રહેલી કામગીરી દરમિયાન ગામના એક નાગરિકનું ખોદેલા ખાડામાં પડવાને કારણે મોત

વડોદરા તાલુકાના ચાપડ ગામે TP રસ્તાઓ અને ડ્રેનેજ લાઈનની ચાલી રહેલી કામગીરી દરમિયાન ગામના એક નાગરિકનું ખોદેલા ખાડામાં પડવાને કારણે મોત નીપજ્યું છે. જયારે ગ્રામજનો વુડાની કામગીરી સામે રોષ પ્રગટ કરીને કાર્યવાહીની માંગ સાથે ગોત્રી GMERS હોસ્પિટલ ખાતે એકત્રિત થયા હતા. જ્યાં તેઓએ મુતદેહ નહિ સ્વીકારીને ભારે હોબાળો મચાવ્યો હતો.

વડોદરા તાલુકાના ગામોમાં વુડા દ્વારા નવી ટીપી સ્કીમો માટે વગડામાં વિકાસ કરવામાં આવી રહ્યો છે. ટી.પી સ્કીમના રસ્તાઓ અને ડ્રેનેજલાઈનના કામને પ્રાથમિકતા આપીને ખેતરોમાં ડામર રોડ અને ડ્રેનેજ લાઈન નાખવામાં આવી રહ્યા છે.આજે સવારે 7 વાગ્યે ચાપડ ગામના ટ્યુબવેલ ફળિયામાં રહેતા મુકેશભાઈ ડ્રેનેજ માટે ખોદેલા ખાડામાં પડી જતા તેઓનું કરુણ અવસાન થયું હતું. જેઓનો મૃતદેહ ગોત્રી GMERS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સરપંચ સહીત ગ્રામજનો પણ પહોચ્યા હતા.વુડાના અધિકારી અને ઈજારદારને વારંવારની રજુઆતો છતાંય કોઈ કાર્યવાહી નહિ કરતા આજે ખાડામાં પડી જવાને કારણે એક ગ્રામજનનું અવસાન થતા ગામમાં રોષની લાગણી વ્યાપી હતી. ઉદ્ધત જવાબ આપનાર વુડાના અધિકારી સામે પણ ભારે રોષ વ્યાપ્યો હતો. ગ્રામજનોએ પોસ્ટમોર્ટમ રૂમ ખાતેથી મૃતદેહ નહિ સ્વીકારીને હોબાળો મચાવ્યો હતો. સરપંચ સહીત ગ્રામજનોની માંગણી હતી કે જ્યાં સુધી બેદરકારી દાખવનાર વુડાના ઈજનેર અમન પટેલ અને ઈજારદાર શિવાલય સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં નહિ આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારીશું નહિ!

Related posts

ભૂતપૂર્વ ક્રિકેટર અને હાલ TMCના સાંસદ યુસુફ પઠાણને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ફટકારી નોટિસ

admin

ગણેશજીની પ્રતિમાઓને સામાજિક ઇસમો દ્રારા ગણેશજીની મૂર્તિઓને ખંડિત કરવામાં આવી

admin

વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના ઉદલપુરમાં ટ્રકમાં એકલી મુસાફરી કરતી મહિલા સાથે દુર્વ્યવહાર કર્યો હોવાની ઘટના સામે આવી

admin

Leave a Comment