27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા રેલવે સ્ટેશન ખાતે 77મા ગણતંત્ર દિવસ નિમિત્તે સ્વૈચ્છિક રક્તદાન શિબિર યોજાઈ..

વડોદરા..રેલવે પેસેન્જર એસોસિએશન તેમજ વેસ્ટર્ન રેલવે પાસ હોલ્ડર એસોસિએશન દ્વારા વડોદરા રેલવે સ્ટેશન ખાતે સ્વૈચ્છિક રક્તદાન શિબિર તથા મફત આંખની તપાસ સાથે રાહત દરે ચશ્મા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. સંસ્થાના પ્રમુખ ઓમકારનાથ તિવારીની અધ્યક્ષતામાં છેલ્લા 32 વર્ષથી આ પ્રકારના લોકહિતના કાર્યક્રમો નિયમિત રીતે આયોજિત કરવામાં આવી રહ્યા છે.
આજરોજ 77મા ગણતંત્ર દિવસના પાવન અવસર નિમિત્તે પણ સંસ્થાના તમામ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન આશરે 80 યુનિટ જેટલું રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જે ઇન્દુ બ્લડ બેંક ખાતે જમા કરાવવામાં આવશે.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રેલવે મુસાફરો, કર્મચારીઓ તથા નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આયોજકો દ્વારા તમામ દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આવી સેવા પ્રવૃત્તિઓ આગળ પણ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

Related posts

PCBએ ઈમ્પોટેડ વિદેશી દારૂ ભરેલી કાર પણ ઝડપી પાડી !

admin

તાલુકા પંચાયતના પ્રમુખના પતિની મારામારી વિડીયો વાયરલ

admin

સદગુરુ કબીર સાહેબ નો ૬૨૫ મો પ્રાગ્ટય મહોત્સવ નિમિત્તે વડોદરા શહેર પોલો ગ્રાઉન્ડ ખાતેથી રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું

admin

Leave a Comment