Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

પોષણ સંગમ કાર્યક્રમ અમલીકરણ અંગે પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્માના અધ્યક્ષતામાં વર્કશોપ યોજાઈ

બાળકને યોગ્ય પોષણ મળે તો સ્વવિકાસ સાથે ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી શકે છે – પ્રાયોજના વહીવટદાર

નાયબ નિયામક ક્રિષ્નાબેન વૈષ્ણવીની ઉપસ્થિતમાં કાર્યકર બહેનો દ્વારા ટેક હોમ રેશન તેમજ ધાન્યોમાંથી બનાવેલ વાનગીઓનું પ્રદર્શન

આજરોજ છોટાઉદેપુર જિલ્લાના આઇ.સી.ડી.એસ વિભાગ દ્વારા સરકારના ‘પોષણ સંગમ કાર્યક્રમમાં અતિગંભીર કૃપોષિત બાળકોનું સમુદાય આધારિત વ્યવસ્થાપનન અભિયાનને અમલમાં મૂકવા બાબતે પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્માના અધ્યક્ષસ્થાને પોષણ સંગમ કાર્યક્રમના અમલીકરણ બાબતે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગરના નાયબ નિયામક ક્રિષ્નાબેન વૈષ્ણવી પર ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ અહિં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ટેક હોમ રેશન તેમજ ધાન્યોમાંથી બનાવેલ વાનગીઓનું પ્રદર્શન મુકવામાં આવ્યું હતું.

પોષણ સંગમ ( Protocol For Management Of Malnutrition In Children) કાર્યક્રમ અંતર્ગત સરકાર દ્વારા રાજ્ય કક્ષાથી શરૂ કરી જિલ્લા અને તાલુકા-સેજા કક્ષા સુધી આઈસીડીએસ, હેલ્થ વિભાગના તમામ અધિકારીઓ-કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી. જે અંર્તગત છોટાઉદેપુર જિલ્લામાં અતિગંભીર કૃપોષિત બાળકોનું સમુદાય આધારિત વ્યવસ્થાપનનો કાર્યક્રમ શુભારંભ અને અમલીકરણ માટે વર્કશોપ યોજાયો હતો.

આ પ્રસંગે ઈ.જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્માએ કુપોષણની નકારાત્મક અસરો, બાળક કુટુંબ તેમજ ભવિષ્યમાં સામાજિક, આર્થિક અને સ્વાસ્થ્ય પર જે અસર થાય છે. બાળકને યોગ્ય પોષણ મળે તો સ્વવિકાસ સાથે ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી શકે છે. કુપોષણની હાલની છોટાઉદેપુરની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને આગામી હેલ્થ અને આઈ.સી.ડી.એસ. દ્વારા કઈ રીતે કામગીરી કરવી તે અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પડ્યું હતું.

મહિલા અને બાળ વિકાસ વિભાગના નાયબ નિયામક ક્રિષ્નાબેન વૈષ્ણવી દ્વારા પોષણ સંગમ એપ્લિકેશનની કામગીરીની સમજ આપી,પોષણ સંગમ વિશે જે ઉદભવેલા પ્રશ્નો અને ખ્યાલોને ચોકસાઈ પૂર્વક સમજાવ્યા હતા. તેમજ ખાસ કરીને પોતાની ફરજ પ્રત્યે નિષ્ઠા અને જવાબદારીથી કામગીરી કરવા અંગે પ્રોત્સાહન આપ્યું હતું.

આ વર્કશોપમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ક્રિષ્નાબેન પટેલ દ્વારા C MAM – EGF અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સાથે મુખ્ય સેવિકાઓ, બ્લોક ન્યુટ્રિશિયન દ્વારા બાળકોને માટે ૧૦ પગલાંઓ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ભરતસિંહ ચૌહાણ, એડીએચઓ ડૉ.પોલ વસાવા, જિલ્લાના તમામ સીડીપીઓઓ, મુખ્યસેવિકાઓ, બ્લોક કો.ઓર્ડીનેટર(એન.એન.એમ), બ્લોક ન્યૂટ્રિસન મેનેજરશ્રીઓ, આરોગ્ય તેમજ આઈ.સી.ડી.એસ. વિભાગના કર્મચારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

Related posts

છોટાઉદેપુર જિલ્લાની APMC બોડેલી સંસ્થા દ્વારા વિશેષ પોસ્ટકાર્ડ ૨૦૦૦ લખવાની ઝુંબેશનું આયોજન

admin

એસબીસીસી અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું.

admin

છોટાઉદેપુર જિલ્લાના મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જેતપુર પાવી ખાતે “બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના” અંતર્ગત જાગૃતિ રેલી

admin

Leave a Comment