40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

નસવાડી તાલુકામાં આમ આદમી પાર્ટીના પોસ્ટરો, પંચાયત ચૂંટણી પૂર્વે રાજકીય માહોલ ગરમાયો

નસવાડી તાલુકામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની આવનારી ચૂંટણીઓને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટી દ્વારા તાલુકાની ગલીએ–ગલીએ પોસ્ટરો લગાવવામાં આવતા સ્થાનિક રાજકીય ચર્ચાઓ તેજ બની છે.

“ના બેટાનું ના બાપુ, હવે ગુજરાત આપણું” જેવા નારા સાથે લગાવવામાં આવેલા પોસ્ટરો દ્વારા પાર્ટીએ પોતાની હાજરી નોંધાવી છે. આ પ્રવૃત્તિથી તાલુકામાં ઉત્સાહ સાથે ચર્ચાનો માહોલ સર્જાયો હોવાનું જણાય છે.

સ્થાનિક લોકોમાં આ પોસ્ટરોને લઈ મિશ્ર પ્રતિભાવ જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો તેને રાજકીય બદલાવની શરૂઆત તરીકે જોઈ રહ્યા છે, જ્યારે કેટલાકે તેને ચૂંટણી પૂર્વની સામાન્ય રાજકીય કવાયત ગણાવી છે.

ઉલ્લેખનીય છે કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી નજીક આવતા તમામ રાજકીય પક્ષો પોતાની તૈયારીઓમાં જોતરાયા છે. આવનારા દિવસોમાં નસવાડી તાલુકામાં રાજકીય ગતિવિધિઓ વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Related posts

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે ગાવ ચલો અભિયાન અંતર્ગત સાંસદ જશુભાઈ રાઠવાએ હરપાલપુરા શક્તિ કેન્દ્ર બુથ નંબર 114 માં બુથના પદાધિકારીઓ સાથે ગામમાં સફાઈ કરી સ્કૂલની મુલાકાત કરી

admin

છોટાઉદેપુર જિલ્લાના ચિચોડ ગામે ઉતર બુનિયાદી આશ્રમ શાળામાં 51 લાખના ખર્ચે બનેલ ભોજનાલય ચાર જેટલા રૂમ અને સ્માર્ટ ક્લાસ નું ઉદ્ઘાટન ઉત્તર બુનિયાદી આશ્રમશાળા ના પ્રમુખ નારણ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

admin

છોટા ઉદેપુર જીલ્લાના જેતપુર પાવી તાલુકામાં આવેલ ભાભર સિંચાઈ વિભાગનું તળાવમાં બે કરોડનો ખર્ચ કરવા છતાંય હજી સુધી ખેડૂતોને સિંચાઈનું પાણી મળ્યું નથી

admin

Leave a Comment