ડૉ. ભીમરાવ રામજી આંબેડકરની 65મી પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર આમ આદમી પાર્ટી (AAP) દ્વારા રેસકોર્સ ખાતે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. 6 ડિસેમ્બર 1956ના રોજ ડૉ. આંબેડકરે પરિનિર્વાણ પ્રાપ્ત કર્યું હતું અને દર વર્ષે આ દિવસને સમગ્ર દેશમાં પરિનિર્વાણ દિવસ તરીકે મનાવવામાં આવે છે.
આંબેડકરે સમાજના પછાત અને દલિત વર્ગને સમાન હક્ક મળે તે માટે જીવનભર સંઘર્ષ કર્યો હતો. ભારતીય બંધારણના ઘડવૈયા તરીકે તેમની ભૂમિકા અને સમાજસુધારણા માટેની સેવાઓને આજે પણ શ્રદ્ધાપૂર્વક યાદ કરવામાં આવે છે.
આ અવસર પર AAP વડોદરા શહેરના પ્રમુખ તથા પક્ષના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન કાર્યકરોએ ડૉ. આંબેડકરના વિચારોને અનુસરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને સમાજમાં સમાનતા, બંધુત્વ અને ન્યાયના મૂલ્યોને મજબૂત બનાવવા સંકલ્પ વ્યક્ત કર્યો.

