સુરેન્દ્રનગર જિલ્લાનાં ચુડા ખાતે આદમી પાર્ટીનાં વિસાવદર પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જંગી બહુમતીથી જીત થતાં વિજય સરઘસ કાઢીને ઉજવણી કરાઈ…
ઉજવણીનાં ભાગરૂપે ચુડા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા એકબીજાને પેંડા વેચી મોં મીઠું કરાવ્યું હતું.અને ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી હતી.
આ ચૂંટણી સમગ્ર ગુજરાતની રાજનીતિમાં ભવિષ્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે તેમ છે..
વિસાવદરની જીત બાદ હવે ગુજરાતની રાજનીતિ બદલાઈ છે આમ આદમી પાર્ટી વધુને વધુ મજબૂત બનાવશે.
હવે આમ આદમી પાર્ટીનું આગામી લક્ષ્યાંક 2027માં સરકાર બનાવવા માટેનું હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો…
વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનાં ગોપાલ ઇટાલીયાની જીતને વધાવવા માટે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીનાં કાર્યકરો તેમજ ચુડા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારનાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..

