ડભોઇ તાલુકાના ભીલોડીયા ગામે અને તાલુકાના અનેક ગામ વિસ્તારમાં આવેલ આંગણવાડીમાં નાના ભૂલકાઓ આંગણવાડીમાં અભ્યાસ અર્થે આવતા હોય પરંતુ 50 ઉપરાંત જર્જરીત હાલતમાં છે અને બાળકોને અવર-જવર કરવા અને રમતગમત કરવા મુશ્કેલી ઉભી થાય છે તેમજ આંગણવાડીના ભૂલકાઓ માટે જોખમકારક જવાબદાર કોણ…? લાગતા વળગતા તંત્ર દ્વારા નાના ભૂલકાઓ પર રહેમ કરી નવીન આંગણવાડીઓ બનાવવામાં આવે તેવી વાલીઓ દ્વારા માંગ ઉઠવા પામી છે…
ડભોઇ તાલુકામાં આશરે 200 જેટલી આંગણવાડી આવેલી હોય જેમાં ભીલડીયા ગામ કાયાવરણ ચાંદોદ વિસ્તારમાં આવેલી આશરે 50 જેટલી આંગણવાડી નંદ ઘરમાં બાળકો મેળવે છે અભ્યાસ મોટાભાગની આંગણવાડીઓના પતળા ઉડી ગયા છે અને જર્જરીત હાલતમાં હાલ ચોમાસા દરમિયાન આંગણવાડીમાં પાણી પણ પડી રહ્યું છે બાળકો જોખમી રીતે અભ્યાસ કરવા આંગણવાડીમાં આવે છે ત્યારે વાલીઓ બાળકોને આંગણવાડી મોકલવા અંગે ચિંતા અનુભવે છે… આંગણવાડી મોટાભાગે જર્જરીત હોય પડવાની સંભાવના વાલીઓમાં જણાય છે વાલીઓ એ જણાવ્યું હતુ.કે જવાબદાર કોણ ? ટીડીઓ અને આઇસીડીએસના અધિકારીનેવારંવાર રજૂઆત છતાં તંત્ર અને આઇસીડીએસ વિભાગ નિંદ્રાધીન આંગણવાડીના ભૂલકાઓ અકસ્માતે ભોગ બને તે પહેલા લાગતા વળગતા તંત્ર સક્રિયતા દાખવે તે જરૂરી છે…
રીપોટર વિકાસ ચતુર્વેદી ડભોઈ

