27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
ચુડાસુરેન્દ્રનગર જિલ્લો

ચુડા તાલુકામાં અકસ્માતોની વણઝાર વાહન અકસ્માતનો શીલશીલો યથાવત.

સમયાંતરે અકસ્માત સર્જાતાં હોવાથી રોડપર સ્પીડબ્રેકર હોવા જરૂરી..

ચુડા તાલુકાનાં રામદેવગઢ ગામે બોટાદ શાખા નહેર પર અકસ્માત સર્જાયો.

ખેડુતને ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માત બાદ યુટીલીટી ચાલક ફરાર થઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ રામદેવગઢ ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની બોટાદ શાખા નહેર પર સિંચાઇ માટે ખેડુતો પાણી ખેંચી પીયત કરતાં હોવાથી ખેડુતોની સતત નહેર પર અવર જ્વર હોય છે.

ત્યારે સરકાર દ્વારા નહેર પર ખેડુતોને અવર જવર કરવાં માટે એક સાઈટ પર ડામરથી રસ્તો બનાવ્યો છે.જે રસ્તા પર ખૂબ જ વાહનો પસાર થાય છે.

હાલમાં લગ્નસરાની સીઝન હોય એક યુટીલીટીમાં ઘોડી ભરીને ચુડા તરફથી બોટાદ તરફ પુર ઝડપે પસાર થતાં અકસ્માત સર્જાયો હતો.

જેમાં રામદેવગઢ ગામનાં ખેડુત રોજાસરા દશરથભાઈ ભુદરભાઈ તેમની વાડીએ જવા મોટરસાયકલ લઈ જેવાં રવાનાં થયાં તે દરમ્યાન યુટીલીટી પુર ઝડપે પસાર થતાં ખેડુત દશરથભાઈને અડફેટમાં લેતાં ગંભીર ઈજા પહોંચી હતી.

ઈજાગ્રસ્ત દશરથભાઈને 108 મારફતે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
બાદમાં વધુ ઈજાગ્રસ્ત હાલતમાં વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા.

રિપોર્ટર : ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર 

Related posts

થાનગઢના લાખામાસી ગામે રાવ કાળુજીબાપુ ધાધલ પરિવાર દ્વારા સ્નેહ મિલન કાર્યક્ર્મ યોજાયો

admin

યાત્રાધામ ચોટીલામાં વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સંગઠન દ્વારા શ્રાવણ માસ દરમિયાન કતલખાના વિરુદ્ધમાં આવેદનપત્ર

admin

સુરેન્દ્રનગર જિલ્લાભરમાં ૭૭માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઇ

admin

Leave a Comment