31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોબોડેલી

બોડેલી–ઢોકલીયા પબ્લિક હોસ્પિટલ ટ્રસ્ટમાં ખોટી સહીઓ કરી કરોડોની ઉચાપતનો આરોપ

બોડેલી–ઢોકલીયા પબ્લિક હોસ્પિટલ ટ્રસ્ટમાં ગેરરીતિનો કૌભાંડ: મૃતક અને વિદેશમાં રહેલા ટ્રસ્ટીઓના નામે ખોટી સહીઓ કરી કરોડોની ઉચાપતનો આરોપ

બોડેલી–ઢોકલીયા પબ્લિક હોસ્પિટલ ટ્રસ્ટમાં મોટા પાયે નાણાકીય ગેરવહીવટ અને ખોટા ઠરાવો કરવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો સામે ચકચાર મચી છે. મૃતક તેમજ વિદેશમાં વસતા ટ્રસ્ટીઓના નામે ખોટી સહીઓ કરી ઠરાવો પસાર કરાયા હોવાનો મુદ્દો પ્રકાશમાં આવ્યો છે.

ફરિયાદી નીતિન ચોકસીની અરજીને આધારે કોર્ટના આદેશ બાદ બોડેલી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા–2023ની ગંભીર કલમો હેઠળ FIR નોંધી લેવામાં આવી છે.

આરોપો અનુસાર:

હોસ્પિટલની આવક તથા દાતાઓના ફંડમાં ગેરવહીવટ

મશીનરી અને દવાઓની ખરીદીમાં અનિયમિતતાઓ

ટ્રસ્ટની મિલ્કતના વેચાણ અને ભાડામાં કરોડોની ઉચાપત

વિદેશી FCRA દાન છુપાવવાનો ગંભીર આક્ષેપ

FIRમાં નામ ઉલ્લેખાયેલા મુખ્ય આરોપીઓ:

કંચનભાઈ મણીલાલ પટેલ – પ્રમુખ

રજનીકાંતભાઈ રસિકભાઈ ગાંધી – ઉપપ્રમુખ

ઈશ્વરભાઈ મણીભાઈ ઠકકર – મંત્રી

બાબુલાલ ચીમનલાલ પટેલ – સહમંત્રી

શાંતિલાલ ત્રિકમભાઈ પટેલ – ખજાનચી

સાથે જ FIRમાં અજાણ્યા વ્યક્તિઓની ભૂમિકાની પણ તપાસ થશે.

આ કેસની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર વિનોદભાઈ ગાવિત દ્વારા ઝડપી ગતિએ હાથ ધરાઈ છે.

આ ગેરવહીવટ કેસે વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે અને આગલા દિવસોમાં વધુ ખુલાસાઓ સામે આવે તેવી સંભાવનાઓ છે.

Related posts

કાકળીના પોટલાની આડમાં લઇ જતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

admin

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પુનિયાવાંટ મોડેલ સ્કૂલની મુલાકાત લીધી

admin

રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ચોરીના ગુનામાં રાજ્ય બહારના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ…

admin

Leave a Comment