31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

કુકાવટી રોડ પાછળ ગટર સમસ્યા ગંભીર: ગંદુ પાણીથી રહેવાસીઓ પર રોગચાળાનું ભય

નસવાડી જૂથ ગ્રામ પંચાયત વિસ્તારના કુકાવટી રોડ પાછળના ભાગે ગટર લાઈન લાંબા સમયથી બંધ પડતા ગંદુ પાણી માર્ગો પર વહી રહ્યું છે. વિસ્તાર ભારે દુર્ગંધ અને ગંદકી ફેલાતા રહેવાસીઓ ભારે પરેશાન છે. ખાસ કરીને નાના બાળકો અને વયસ્કોમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય વધી રહ્યો છે.

સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, ઘણી વખત ગ્રામ પંચાયતને રજૂઆત કરાય છતાં હજુ સુધી કોઈ સકારાત્મક કે કાયમી પગલું લેવામાં આવ્યું નથી. ગંદુ પાણી ઘરોના આંગણે સુધી પહોચી રહ્યું છે, જ્યારે મચ્છર-જંતુઓની વધતી સંખ્યા ડેન્ગ્યુ અને મલેરિયા જેવા રોગોના જોખમમાં વધારો કરે છે.

રહેવાસીઓએ નસવાડી ગ્રામ પંચાયતને તાત્કાલિક ગટર લાઈનની સફાઈ-મરામત, વિસ્તૃત સફાઈ અભિયાન, તેમજ જંતુનાશક છંટકાવ કરવા જોરદાર માંગ કરી છે.

તેમનું કહેવું છે કે,
“જો તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો વિસ્તારમા કોઈપણ સમયે ગંભીર રોગચાળો ફાટી નીકળે તેવું વાતાવરણ સર્જાઈ ગયું છે.”

Related posts

સ્કોર્પિયો ગાડી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી જેતપુર પાવી પોલીસ

admin

પ્રાથમિક શાળાની નવનિર્મિત પાંચ ઓરડાઓનું લોકાર્પણ લોકસભાના સાંસદ જશુંભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું

admin

છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના સણોલી ગામ પાસે નર્મદા મેઇન કેનાલ માં કોક્રેટનું કામ તૂટી જતાં ગાબડું પડે તો મોટી દુર્ઘટના સર્જવાની ભીતિ ત્રણથી ચાર ગામોને નુકશાન થાય

admin

Leave a Comment