31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ન્યૂઝીલેન્ડના વર્ક વિઝા આપવાના નામે સુરત-ઊંઝાના 3 યુવક સાથે 15 લાખની છેતરપીંડીના ગુનામાં 4 મહિનાથી વોન્ટેડ આરોપીની ધરપકડ

વડોદરામાં ઠગ વિઝા એજન્ટ ઝડપાયો:ન્યૂઝીલેન્ડના વર્ક વિઝા આપવાના નામે સુરત-ઊંઝાના 3 યુવક સાથે 15 લાખની છેતરપીંડીના ગુનામાં 4 મહિનાથી વોન્ટેડ આરોપીની ધરપકડ, 13-13 લાખના પેકેજની લાલચ આપી હતી

છેલ્લા 4 મહિનાથી માંજલપુર પોલીસ સ્ટેશનના 15 લાખ રુપિયાના છેતરપીંડીના ગુનાના વોન્ટેડ આરોપી તુષારભાઈ દિલીપભાઈ સપકાલ છાણી ખાતે આવેલ રામાકાકા ડેરી સામે આવેલ ચાની કીટલી પાસે ઉભો છે. છાણી પોલીસ સ્ટેશનના પીઆઇ આર. એલ. પ્રજાપતિના માર્ગદેશન હેઠળ સર્વલન્સ સ્ટાફના માણસોને બાતમી આધારે તેને ઝડપી પાડ્યો હતો.

આરોપીની પુછપરછ કરતા તેના સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો દાખલ થયેલો હોવાની કબૂલાત કરી હતી. જેથી છાણી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને તેને માંજલપુર પોલીસને સોંપ્યો હતો. માંજલપુર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

આરોપી તુષારે 3 મિત્રોને ન્યુઝીલેન્ડના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને ત્રણ મિત્રો પાસેથી 15 લાખ રૂપિયા પડાવ્યા હતા અને વર્ક પરમિટ વિઝા આપ્યા નહોતા. જેથી સુરતના યુવકે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી યુવકોને ન્યૂઝીલેન્ડમાં 13- 13 લાખ રૂપિયાના પેકેજ આપવાની લાલચ આપી હતી અને વિશ્વાસમાં લીધા હતા.

પકડાયેલ આરોપીનુ નામ

તુષારભાઈ દિલીપભાઈ સપકાલ ઉ.વ-35 ધંધો-વિઝા એજન્ટ રહે.ડી/25, પરિશ્રમ સોસાયટી, ચન્દ્રનગર સોસાયટીની પાસે તરસાલી, વડોદરા શહેર

Related posts

ભય માં રહેતા વિસ્તારના લોકોને સુરક્ષા પ્રદાન કરવા ભથ્થુભાઈની તંત્ર સમક્ષ માંગણી

admin

શિવરાત્રી પર્વ નિમિત્તે નવનાથ મહાદેવમાંથી એક સિધ્ધનાથ મહાદેવ ખાતે અખંડ મહામૃત્યુંજય જાપ ની આહુતિ અને લઘુરુદ્ર હવનનું આયોજન

admin

વડોદરા મહા નગર પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા જેતલપુર બ્રિજ પાસે ના લારી ગલ્લા દૂર કરવામાં આવ્યા

admin

Leave a Comment