Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

નાયબ ગૃહમંત્રી હર્ષ સંઘવીનું સંબોધન – “સમાજની દીકરીઓનું રક્ષણ સૌની જવાબદારી”

વડોદરા ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ગુજરાતના નાયબ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સમાજને સંબોધતા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે રામેશ્વર મંદિર સમગ્ર વિસ્તાર માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. અહીં હનુમાનજી, ભગવાન શિવ અને ભગવાન રામની ઉપસ્થિતિ હોવાથી આ સ્થાન પર આવતા દરેક ભક્તોને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થતા રહેશે.
હર્ષ સંઘવીએ જણાવ્યું કે જ્યારે આ વિસ્તારમાં રેલવેનું અસ્તિત્વ પણ નહોતું, તે સમયથી અહીં શિવલિંગ સ્થાપિત છે. આ મંદિર માત્ર ધાર્મિક સ્થાન જ નથી પરંતુ સમગ્ર વિસ્તારની એકતા અને ભાઈચારા જાળવવાનું મહત્વપૂર્ણ માધ્યમ બનશે.આ સાથે તેમણે ભારત માતાને પ્રણામ કરી નગરજનો માટે આશરે 210 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપવાની જાહેરાત પણ કરી હતી.તેમણે સમાજના લોકોને સંબોધતા બે હાથ જોડીને વિનંતી કરી કે સમાજની ભોળી દીકરીઓ કોઈના શિકાર બને તો સમગ્ર સમાજ તેમની મદદે આગળ આવે. દીકરીઓનું રક્ષણ કરવું દરેકની ફરજ છે અને જરૂર પડે તો ઝાંસીની રાણીની જેમ તેમનું રક્ષણ કરવું જોઈએ.હર્ષ સંઘવીએ કહ્યું કે જો કોઈ દીકરી મુશ્કેલીમાં ફસાય તો તેની ટીકા કરવાના બદલે તેને સહારો આપવો જોઈએ અને તેનું રક્ષણ કરવું જોઈએ. સમાજ એકતા સાથે ઊભો રહેશે તો કોઈપણ વ્યક્તિ દીકરીઓને હેરાન કરવાની હિંમત નહીં કરે.
તેમણે વધુમાં જણાવ્યું કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની ગુજરાત સરકાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જો કોઈ વ્યક્તિ ખોટું નામ ધારણ કરીને અથવા નામ બદલી કોઈ દીકરીને ફસાવશે અને લગ્ન કરશે તો આવા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ભાજપ સરકાર આવા ગુનેગારોને કાયદાનો કડક પાઠ ભણાવશે જેથી તેઓ જીવનભર કોઈ દીકરી તરફ આંખ ઉઠાવીને જોવાની હિંમત પણ નહીં કરે.
હર્ષ સંઘવીએ જણાવ્યું કે બનાસકાંઠા, વડોદરા, પંચમહાલ અને સુરત જેવા વિસ્તારોમાં આવા કેટલાક કિસ્સાઓ સામે આવ્યા હતા, જેમાં વિવિધ સંગઠનોના સહયોગથી પોલીસે કાર્યવાહી કરી છે.અંતમાં તેમણે સમાજને અપીલ કરી કે માત્ર ટીકા કરવાના બદલે સમાજ સાથે જોડાઈ સહયોગી બનવું જોઈએ અને સમાજની એકતા જાળવી દીકરીઓના રક્ષણ માટે આગળ આવવું જોઈએ.

Related posts

વડોદરાના કૃણાલ ચાર રસ્તા પસેના ઢગલાના દબાણો હટાવાતા વેપારીઓમાં રોષ

admin

એમ એસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે ટ્રેડિશનલ ડે ની ઉજવણી કરવામાં આવી

admin

ભારતીય શાસ્ત્રીય સંગીત વિભાગ – વાદ્ય (સિતાર, વાયોલિન) દ્વારા “સભા વાદન” કાર્યક્રમ યોજાયો

admin

Leave a Comment