વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ વર્ધમાન એન્કલેવમાં આવેલ પટેલ પાન એન્ડ ઝેરોક્ષ નામની દુકાનને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ૧લી માર્ચ નાં રોજ વહેલી સવારે ૫ વાગ્યાં ના સુમારે બાઈક લઈને આવેલ અજાણ્યા ઈસમે બંધ દુકાનનાં શટર પર જ્વલંતશીલ પ્રવાહી નાખી આગ લગાવી હતી. સમગ્ર ઘટના કોમ્પલેક્ષ માં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જે દુકાનમાં આગ લગાડવામાં આવી તેની બહાર સોડા માટે નો ગૅસ નો બોટલ પણ હતો જો તેમાં આગ લાગી હોત તો મોટી હોનારત બનવા પામી હોત. પરંતુ સદનસીબે મોટી દુર્ઘટના બની ન હતી. દુકાનના માલિક નિકુલ પરીક્ષિત પટેલ દ્વારા અટલાદરા પોલીસ મથકે આ ઘટના ની જાણ કરી હતી. આ પ્રકાર ના અસામાજિક તત્ત્વો ને ડામવા માટે પોલીસ હવે શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું..

