31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલ વર્ધમાન એન્કલેવમાં આવેલ પટેલ પાન એન્ડ ઝેરોક્ષ નામની દુકાનને સળગાવવાનો પ્રયાસ

વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ વર્ધમાન એન્કલેવમાં આવેલ પટેલ પાન એન્ડ ઝેરોક્ષ નામની દુકાનને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ૧લી માર્ચ નાં રોજ વહેલી સવારે ૫ વાગ્યાં ના સુમારે બાઈક લઈને આવેલ અજાણ્યા ઈસમે બંધ દુકાનનાં શટર પર જ્વલંતશીલ પ્રવાહી નાખી આગ લગાવી હતી. સમગ્ર ઘટના કોમ્પલેક્ષ માં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જે દુકાનમાં આગ લગાડવામાં આવી તેની બહાર સોડા માટે નો ગૅસ નો બોટલ પણ હતો જો તેમાં આગ લાગી હોત તો મોટી હોનારત બનવા પામી હોત. પરંતુ સદનસીબે મોટી દુર્ઘટના બની ન હતી. દુકાનના માલિક નિકુલ પરીક્ષિત પટેલ દ્વારા અટલાદરા પોલીસ મથકે આ ઘટના ની જાણ કરી હતી. આ પ્રકાર ના અસામાજિક તત્ત્વો ને ડામવા માટે પોલીસ હવે શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું..

Related posts

દર વર્ષની જેમ કોર્પોરેશન દ્વારા પ્રિમોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે સંસ્કારી નગરી હવે ભુવા નગરી બની ગઈ હોય તેવું જણાય આવે છે

admin

વડોદરા શહેર માંજલપુર દરબાર ચોકડી કોચર કોલ સેન્ટરથી લઈને વડસર બ્રિજ તરફ જતા હંગામી દબાનો દૂર કરવામાં આવ્યા

admin

ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ્સ રદ થતાં વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા

admin

Leave a Comment