37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

જગદગુરુ શંકરાચાર્યના અપમાન મામલે સાધુ-સંતોમાં રોષ: વડોદરામાં પત્રકાર પરિષદ યોજાઈ

વડોદરા: તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં મેળા પ્રશાસન દ્વારા જ્યોતિષ પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ સાથે કરવામાં આવેલા કથિત દુર્વ્યવહાર અને અત્યાચારના વિરોધમાં હિન્દુ ધર્મગુરુઓ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ સંદર્ભે વડોદરામાં એક પત્રકાર પરિષદ યોજીને પ્રશાસનની કામગીરીની આકરી ટીકા કરવામાં આવી હતી. પરંપરા પર તરાપ: ધર્મગુરુએ જણાવ્યું હતું કે, હજારો વર્ષોથી શંકરાચાર્યજી પાલખી પર બિરાજમાન થઈને નીકળે તેવી પરંપરા છે. આ પરંપરાનો વિરોધ અંગ્રેજો કે મુસ્લિમ શાસકોએ પણ ક્યારેય કર્યો નહોતો, પરંતુ વર્તમાન પ્રશાસન દ્વારા તેમાં અવરોધ ઊભો કરવામાં આવ્યો છે. આ ઘટનાને સનાતન ધર્મનું અપમાન ગણાવતા, તેમણે દેશના 100 કરોડ હિન્દુઓ અને વિવિધ અખાડાના સાધુ-સંતોને આ અન્યાય સામે અવાજ ઉઠાવવા અને જાગૃત થવા અપીલ કરી હતી. પ્રશાસન દ્વારા જે ‘વ્યવસ્થા’ના બહાના હેઠળ આ કૃત્ય કરવામાં આવ્યું છે તેને ફગાવતા તેમણે કહ્યું કે, જ્યારે સરકારો નહોતી ત્યારે પણ સાધુ-સંતો જ આ વ્યવસ્થાઓ જાળવતા હતા. આ માત્ર એક બહાનું છે, મુખ્ય વાત શંકરાચાર્યજીનું અપમાન છે.

Related posts

મોરેશીયસની વિખ્યાત મહાત્મા ગાંધી ઇન્સ્ટિટયૂટના વરિષ્ઠ અધ્યાપક શ્રી સુતીક્ષણ મંગરુ દ્વારા સંગીત શિબિરનું આયોજન કરવામાં આવ્યું.

admin

શ્રી ગનીબાઈ કુરેશીની 10મી પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં નિશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ

admin

ડભોઈમાં ઉનાળાની દસ્તક સાથે જ લીંબુના ભાવમાં કરંટ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

admin

Leave a Comment