36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સુખધામ હવેલી ખાતે અન્નકૂટ બડો મનોરથ દર્શન જીવન સાથી પસંદગી સંમેલન પત્રિકા વિમોચન કરાયું.

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના વૈષ્ણવો ના હબ આસ્થા તીર્થ વ્રજ સમાન સુખધામ હવેલી ખાતે તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્ય પાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રી, કાંકરોલી યુવરાજો પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય શ્રી પૂ સિદ્ધાંત કુમારજી મહોદય, મુખ્ય મહેમાન પદે દર્ભાવતી ડભોઇના જાંબાઝ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સોટા, કોર્પોરેટરો, વૈષ્ણવ સમાજના શ્રેષ્ઠીઓ ની ઉપસ્થિતિમાં જીવનસાથી પ્રસંદગી સંમેલનની પત્રિકા નું વિમોચન કરવામાં આવ્યું. ઉપરાંત ઠાકોરજીના સુખાથૅ અન્નકૂટ બડો મનોરથ દર્શન જેમાં પ્રભુ શ્રી દ્વારકાધીશ, પ્રભુ ગોવર્ધન ,અને મૉ યમુનાજીના સ્વરૂપોને એક સાથે બિરાજમાન કરીને અલૌકિક દર્શન યોજાયા. જેમાં વિશાળ જન સંખ્યામાં દેશ વિદેશના શહેરની ચારે દિશામાંથી વૈષ્ણવો દશૅનાથૅ ઘોડાપૂર ધારાસભ્ય શૈલેષભાઇ સોટા અન્નકૂટ બડો મનોરથ શ્રીજી ના અલૌકિક દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. પૂ.શ્રીઓને ચરણસ્પર્શ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા માટે વૈષ્ણવો ની કતારો લાગી કીર્તન કારો દ્વારા કીર્તનોની ભારે રમઝટ જમાવી્ પૂજ્ય શ્રી ડો વાગીશ કુમારજી મહારાજશ્રી ના કરકમલો દ્વારા પ્રભુને આરતી ઉતારવામાં આવી હતી. વ્રજ જાવું ,વૈકુંઠ ન જાવું મુને મારું સુખધામ વહાલું લાગે વૈષ્ણવો ભાવ વિભોર બન્યા.

Related posts

ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અબોલ જીવોની કસોટી: કરોડોના ખર્ચે બનેલા હવાડા ધૂળ ખાય છે, પશુ-પક્ષીઓ તરસ્યા!

admin

યુવતી એ મોબાઈલ ફોન લેવા માટે બોયફ્રેન્ડની મદદ થી સબંધીને ત્યાં ચોરી કરી

admin

વડોદરા મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભા પૂર્વ ડેપ્યુટી મેયર અને પૂર્વ સભાસદના દુખાદ અવસાનના પગલે સોમવાર સુધી મુલતવી

admin

Leave a Comment