જિલ્લાપંચાયત પ્રમુખની આગેવાનીમાં આવેદનપત્ર સુપરત કરાયું
સાવલી નગર અને તાલુકા ભાજપા મહિલા મોરચા દ્વ્રારા જિલ્લાપંચાયત પ્રમુખની આગેવાનીમાં સાવલી મામલતદારને આવેદનપત્ર સુપરત કરાયું
તાજેતરમાં બિહારપ્રદેશમાં ઇન્ડિયા ગઠબંધન ના મંચ પરથી ભારતના વડાપ્રધાનના દીગવંત માતૃશ્રી વિશે કરાયેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં સખતશબ્દોમાં વખોડી ગૌરવનું હનન કરનાર ઇન્ડી ગઠબંધનના નેતાઓ દેશની માફીમાંગે ની માંગ ના સૂત્રોચ્ચાર સાથે જિલ્લાપંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડાની અધ્યક્ષતા માં સાવલી નગર અને તાલુકા ભાજપા મહિલા મોરચાની કાર્યકર મહિલાઓ એ સાવલી તાલુકાસેવાસદન ખાતે પોહચી મામલતદાર ને આવેદનપત્ર સુપરત કરાયું

