31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોબોડેલી

મોડાસર ચોકડીથી બોડેલી આવતા વિદ્યાર્થીઓ માટે મીની એસ.ટી. બસની વ્યવસ્થા

છોટાઉદેપુર જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે અનેક માર્ગો અને પુલો ક્ષતિગ્રસ્ત બન્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો પ્રમાણે કલેકટર ગાર્ગી જૈનના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લામાં માર્ગ દૂરસ્તીકરણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

નોંધનીય છે કે, બોડેલી-મોડાસર ચોકડી રોડ પર આવેલા ઓરસંગ પુલ પરથી ભારે વાહનો પર સુરક્ષા તથા સાવચેતીના ભાગરૂપે જિલ્લા કલેકટર ગાર્ગી જૈન દ્વારા પ્રતિબંધ ફરમાવી વૈકલ્પિક માર્ગોના ઉપયોગની ભલામણ કરવામાં આવી છે.

આ સ્થિતિને ધ્યાને લઈને, કલેકટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ અધિક નિવાસી કલેકટર શૈલેષ ગોકલાણી દ્વારા વડોદરા એસ ટી વિભાગીય નિયામક વિકલ્પ શર્મા સાથે સંકલન અને સહયોગ થકી વિદ્યાર્થીઓના અવરજવર માટે વિશેષ મીની એસ.ટી. બસની વ્યવસ્થા કરી છે.

આ મિની બસ શાળાના સમયગાળામાં બોડેલીથી મોડાસર ચોકડી અને પાછા મોડાસર ચોકડીથી બોડેલી સુધી ચલાવવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા વરસાદી વિરામ બાદ ક્ષતિગ્રસ્ત માર્ગ મરામતની કામગીરી યોજના ધોરણે કરવામાં આવી રહી છે, ભારે વાહનો પર પ્રતિબંધ હોવાથી બાળકો માટે કરવામાં આવેલી મીની બસની વ્યવસ્થા વહીવટી તંત્રની સક્રિય કામગીરીને સુનિશ્ચિત કરી રહી છે.

Related posts

છોટા ઉદેપુર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

admin

છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા દરબાર હોલ છોટા ઉદેપુર ખાતે દસમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

admin

વડોદરાના વાઘોડિયા રોડ પર રિવોલ્વર સાથે છોટાઉદેપુરનો યુવક ઝડપાયો

admin

Leave a Comment