વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી અને યુવા મોરચા દ્વારા વડોદરા મહાનગર દ્વારા અકોટા દાંડિયા બઝાર બ્રિજ ચાર રસ્તા પર નેશનલ હેરાલ્ડ કેસ માલમે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ વિરોધ મુદ્દે ઘરના અને પૂતળા દહન યોજવામાં આવ્યું.
વિઓ : ઇડીએ 15 એપ્રિલે કોંગ્રેસના નેશનલ હેરાલ્ડ અખબાર અને એસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરી. જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સામ પિત્રોડા અને સુમન દુબેનાં નામનો સમાવેશ કરાયો છે.જેનો કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શીત કરાઈ રહ્યો છે.ત્યારે વડોદરા બીજેપી યુવા મોરચા દ્વારા નેશનલ હેરાલ્ડ કેસમાં ચાર્જશીટ અંગે સત્ય હકીકત દર્શાવીને કોંગ્રેસના વિરોધમુદ્દે પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલ યુવા મોરચા, મહિલા મોરચા, અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. રાહુલ ગાંધી અને સોનિયા સામે સૂત્રોચ્ચાર કરીને તેમના પૂતળાનું દહન કરવામાં આવ્યું.

