વાવ બેઠક લાંબા સમય બાદ ભાજપે કબજે કરી છે. વાવ વિધાનસભા બેઠક પર ‘કમળ’ ખીલ્યું છે અને ‘ગુલાબ’ કરમાયું છે. કોંગ્રેસ છેલ્લે સુધી લીડમાં રહ્યું પરંતુ અંતે ભાજપે જીતનો વ્યક્ત કરેલો આશવાદ સત્ય સાબિત કરી બતાવ્યું છે. ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો 1300 મતેથી વિજય થયો છે. ભાજપે છેલ્લા 5 રાઉન્ડમાં સારું પ્રદર્શન કરતાં લીડમાં ઘટાડો કર્યો હતો અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતનો પરાજય થયો હતો.

