35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોબોડેલી

બોડેલીના વેપારીઓની રસ્તાઓ ચાલુ કરાવવાની માંગ જિલ્લા કલેકટરને આપ્યું આવેદન પત્ર.

બોડેલી આસપાસના મેરિયા અને ઓરસંગ બ્રીજ ભારે વાહનોની અવર-જવર બંધ થતાં વેપારીઓના ધંધા પર સીધી અસર વેપારીઓએ જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું અને સાંસદ જશુભાઈ રાઠવા સમક્ષ પણ રજૂઆત કરી.

છોટાઉદેપુર જિલ્લાના મોટાભાગના બ્રીજો ભારધારી વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યા છે તેમાં બોડેલી નજીકના મેરિયા અને ઓરસંગ બ્રીજ પણ છે, જે છેલ્લા બે મહિનાથી બંધ છે ટેકનિકલ ટીમ દ્વારા તપાસ બાદ રિપેરીંગનું કામ ચાલુ છે, પરંતુ હજુ સુધી ટ્રાફિક બંધ હોવાથી વેપાર ધંધા પર ભારે અસર પડી રહી છે.

વેપારીઓએ જિલ્લા કલેક્ટર ગાર્ગીબેન જૈનને આવેદન આપી તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવા માંગણી કરી છે સાથે જ બોડેલી ખાતે આવેલા સાંસદ જશુભાઈ રાઠવા સમક્ષ પણ પરિસ્થિતિ અંગે રજૂઆત કરી હતી.

Related posts

છોટાઉદેપુર જિલ્લાની બેંક ઓફ બરોડાના તમામ બ્રાન્ચ દ્વારા મેગા ક્રેડિટ કેમ્પ યોજાયો જેમાં ૨૨૩ લાભાર્થીઓને ૧૦ કરોડ જેટલી લોન સહાય અપાઈ.

admin

ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની અધ્યક્ષતામાં ટીબી રોગના દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટનું વિતરણ

admin

છોટાઉદેપુર એસ.એફ.હાઇસ્કુલ ખાતે નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા 2024 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, સાંસદ અને ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા.

admin

Leave a Comment