ગુજરાત સરકારના માનનીય કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબે તેમજ ઉનાના લોકપ્રિય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ (કે.સી.રાઠોડ) એ સોનારી પ્રા.શાળાના બાળકોને શિક્ષણ કીટ વિતરણ કરી અને શાળામાં પ્રવેશોત્સવ કરાવ્યા…
ગુજરાત રાજ્ય સરકારશ્રી ના શિક્ષણ વિભાગ દ્વારા આજરોજ ૨૭મી જુનના રોજ ગીર સોમનાથ જીલ્લાના ઉના તાલુકાના સોનારી ખાતે સોનારી પ્રાથમિક શાળાના વિધાર્થીઓને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૫ અંતર્ગત ગુજરાત સરકારના માનનીય કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબની પ્રેરક ઉપસ્થિતમાં સોનારી ગામના બાલવાટિકા, ધો.૧ ના બાળકોને તેમજ ધોરણ ૯ અને ૧૧ ના વિધાર્થીઓને શિક્ષણની કીટ વિતરણ કરી અને શાળામાં પ્રવેશોત્સવ કરાવ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ માનનીય કેબિનેટ મંત્રીશ્રી એ સોનારી પ્રાથમિક શાળાના પ્રાંગણ માં “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ઉનાના માનનીય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ (કે.સી.રાઠોડ) જીલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેનશ્રી લખમણભાઈ બાંભણીયા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી એભાભાઈ મકવાણા, જીલ્લા પંચાયતના સદસ્યશ્રી રૂડાભાઈ શીંગડ તેમજ આગેવાનો, ગ્રામજનો, શિક્ષકગણ, વાલીગણ અને વિધાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રીપોર્ટર : માધુ ભાલીયા, ઉના

