33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુરના એકલબારા ગામ નજીકના ખુલ્લા ખેતરમાં 800થી વધુ સાઇકલ પડી હોવાની જાણકારી મળતા ચૈતર વસાવા અચાનક પહોંચ્યા

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ અચાનક છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ તાલુકાની મુલાકાત લીધી હતી. જેમાં ખાસ તેઓને જાણકારી મળી કે છોટાઉદેપુરના એકલબારા ગામ નજીકના ખુલ્લા ખેતરમાં 800થી વધુ સાઇકલ પડી હોવાની જાણકારી મળતા તેઓ ત્યાં પણ પહોંચ્યા હતા.

છોટાઉદેપુર જિલ્લો આમ તો સરહદી વિસ્તારમાં આવેલ આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. અહીના આદિવાસી લોકોને અલગ અલગ યોજના દ્વારા તેમને લાભ આપવામાં આવતો હોઈ છે. પરંતુ અધિકારીઓની બેદરકારીને લઇ તેમને સરકારની યોજનાનો લાભ નથી મળતો. આવાજ છોટાઉદેપુર તાલુકાના એકલબારા ગામ નજીક આવેલ ખેતરમાં અદ્ધ્ધ કહી શકાય તેવા દ્રશ્યો જોયા, જેમાં 800થી વધુ જે આદિવાસી દીકરીઓને સરસ્વતી સાધના યોજના અંતર્ગત જે સાયકલ આપવામાં આવે છે. તે સાઇકલો કાટ ખાઈ રહી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આદિવાસી વિદ્યાર્થિનીઓ કે જ્યાં બસની સુવિધા ના હોઈ અને પગપાળા સ્કૂલે જતી હોઈ તેવી વિધાર્થીનીઓને તેનો લાભ આપવામાં આવતો હોઈ છે. પણ જે સાઇકલો અહી પડેલ છે. એ સાઇકલો પર 2023 લખવામાં આવ્યું છે. અને તે ગુજરાત સરકારની આ યોજનાની સાઇકલો છે. જયારે આમ આદમી પાર્ટીના ઘારાસભ્ય ચૈતર વસાવાએ આ સાઇકલોને જોતા આદિવાસી સમાજની વિદ્યાર્થિનીઓને તેમના હક્કના યોજનાનો લાભ ન મળતા આક્રોશમાં આવી ગયા હતા. આદિવાસી સમાજ માટે જે બજેટ ફળવામાં આવતું હોવા છતા કેમ વંચિત રાખવામાં આવે છે. તેને લઇ ચૈતર વસાવાએ જણાવ્યું કે તાત્કાલિક પ્રાયોજના વિભાગના અધિકારી આ બાબતે રિપોર્ટ માગે અને તાલુકામાં આવે સાઇકલો પડી રહી હોઈ તેનું વિતરણ કરવામાં આવે તેવી માંગ ધારાસભ્ય ચૈતર વસાવાએ કરી હતી. સાથે ધારાસભ્ય ચૈતર વસાવાએ ચીમકી આપતા જણાવ્યું કે આ બાબતે અમારે સરકાર સામે ઉતરવું પડશે.

રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુગામ ગામે જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવાનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો.

admin

છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ તરફી ઉમેદવારોની યાદી જાહેર

admin

બોડેલીના ખત્રી વિદ્યાલય ખાતે રાષ્ટ્રીયગીત વંદે માતરમ ની 150 વર્ષની ઉજવણી કરવામાં આવી

admin

Leave a Comment