Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં ખરીદી કૌભાંડમાં સસ્પેન્ડ ત્રણેય અધિકારીની ખાલી જગ્યાઓનો ચાર્જ સોંપાયો

ફાયર બ્રિગેડના એચ.ઓ.ડી. અને આરોગ્ય અમલદારનો હોદ્દો ધરાવનાર સસ્પેન્ડ કરાયેલા ડો. દેવેશ પટેલનાં સ્થાને ડો.મુકેશ વૈદ્યને આરોગ્ય અમલદારનો ચાર્જ સોંપવાનો હુકમ કર્યો

આરોગ્ય અમલદારનો ચાર્જ ડો.મુકેશ વૈદ્યને સોંપ્યો

મ્યુનિસિપલ કમિશનરે અન્ય હુકમ ન થાય ત્યાં સુધી ચીફ ફાયર ઓફિસરનો હવાલો ડિવિઝનલ ઓફિસર (ફાયર) હરેન્દ્રસિંહ ચૌહાણને આપ્યો છે. આરોગ્ય અમલદારનો હવાલો અધિક આરોગ્ય અમલદાર ડો.મુકેશ વૈદ્યને સોંપ્યો છે. આઈસીડીએસ વિભાગ સિવાયના તમામ ખાતાઓનો ચાર્જ તેમણે હાલની કામગીરી ઉપરાંત સંભાળવાનો રહેશે. આઈસીડીએસનો ચાર્જ હાલના હ. પ્રોગ્રામ ઓફિસર અંબિકાબેન જયસ્વાલે હાલની કામગીરી ઉપરાંત સંભાળવાનો રહેશે. ડેપ્યુટિ ચીફ ફાયર ઓફિસરનો હવાલો સ્ટેશન ઓફિસર (ફાયર) અમિત ચૌધરીને સોંપાયો છે.

Related posts

વડોદરામાં ઝોન–4 પોલીસ દ્વારા ફૂડ ડિલિવરી રાઇડરો માટે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન

admin

મારામારીનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે ચાર લોકોની અટકાયત કરી

admin

જય સીયારામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હનુમાન જયંતી નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment